Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંધ્ર પ્રદેશમાં શરમજનક ઘટના - 13 વર્ષની માસૂમ સાથે 80 લોકોએ કર્યુ દુષ્કર્મ, બધા જેલભેગા

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (16:36 IST)
આંધ્ર પ્રદેશમાંથી દરિંદતીનો ભયાનક ચેહરો સામે આવ્યો છે. આ જોઈને લાગે છે કે માનો આરોપીઓએ માનવતા છોડીને પશુતા અપનાવી લીધી. કે પછી કહો કે આ પશુતાથી પણ વધુ ધૃણાસ્પદ છે. આ મામલો છે ગુંટૂરમાં 13 વર્ષની સગીરની સાથે 80 લોકો દ્વારા દુષ્કર્મનો. પોલીસે બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

આ ઘટના સમાજનો ઘૃણાસ્પદ ચહેરો રજૂ કરે છે. માનવામાં આવે છે કે આ માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવતા પહેલા મોટા ભાગના આરોપીઓએ પોતાની આત્માની હત્યા કરી હશે. માત્ર 13 વર્ષની બાળકી સાથે આવું કૃત્ય કોઈપણ સંસ્કારી સમાજ અને વિકાસ પર કલંક સમાન છે. કઠોર સજાની જોગવાઈઓ હોવા છતાં, દેશમાં દરરોજ 'નિર્ભયા' જેવી ઘટનાઓની વાર્તાઓ સામે આવે છે. ગુંટુરમાં પણ આવી જ ઘટના સામે આવી છે.
 
જે વયમાં બાળક શરીર, જીવન અને સમાજને સારી રીતે સમજી પણ નથી શકતુ એ વયમા આ બાળકીને તેલંગાના અને આંધ્રના વેશ્યાલયોમાં નરાધમોના હવાલે કરી દેવામાં આવી હતી. આંધ્ર પોલીસે તેને અહીથી મુક્ત કરાવીને મોટો ઉપકાર કર્યો છે. તેનાથી પણ મોટો ઉપકાર એ બધા 80 રાક્ષસોની ધરપકડ કરીને કર્યો છે. જેમણે પોતાની અબોધ પુત્રી જેવી 13 વર્ષની પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ. પોલીસ ફરાર આરોપીઓની પણ શોધ કરી રહી છે. જેથી પીડિતોને  યોગ્ય ન્યાય અપાવી શકે. પોલીસનુ કહેવુ છે કે આઠ મહિના દરમિયાન 80થી વધુ લોકોએ એ માસુમ સાથે તેમનો મોઢુ કાળુ કર્યુ. 
 
BTechનો વિદ્યાર્થી પણ સામેલ, પીડિતાની હાલત ખરાબ 
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓમાં એક બીટેકનો વિદ્યાર્થી પણ છે. આ જઘન્ય કૃત્યમાં તેણે પોતાના ઉચ્ચ શિક્ષણનો પણ પરિચય કરાવ્યો હતો. યુવતીએ તેની સાથે થયેલી અગ્નિપરીક્ષાની સમગ્ર કહાની પોલીસને જણાવી. આ સાંભળીને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા
 
આ રીતે પહોચી વેશ્યાલય સુધી 
ઉલ્લેખનીય છે કે સુવર્ણ કુમારી નામની એક મહિલાએ જૂન 2021માં કોવિડ-19 મહામારી દરમિયાન એક હોસ્પિટલમાં પીડિતાની મા સાથે મિત્રતા કરી હતી. જ્યારબાદ કોવિડ-19ને કારણે પીડિતાની માતાનુ મોત થઈ  ગયુ હતુ. એ દરમિયાન પીડિતાના તેના પિતાને કહ્યા વગર એ મહિલા પોતાની સાથે લઈ ગઈ હતી. ઓગસ્ટ 2021માં છોકરીના પિતાએ પોલીસ સાથે સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. 
 
પોલીસે મુખ્ય આરોપી સવર્ણા કુમારીને શોધી રહી હતી. આ કેસમાં પહેલી ધરપકડ જાન્યુઆરી 2022માં કરવામાં આવી હતી. 19 એપ્રિલના રોજ, ગુંટુર પશ્ચિમ ઝોન પોલીસે B.Tech વિદ્યાર્થી સહિત 10 વધુ ધરપકડ કરી હતી અને પીડિતાને પણ મુક્ત કરી હતી.
 
 
અસંખ્ય પ્રશ્નો અનુત્તરિત
ઉપરોક્ત તમામ આરોપીઓને તેમના કૃત્યોની સજા થશે, પરંતુ અસંખ્ય પ્રશ્નો અનુત્તર રહ્યા છે. તેમના જવાબો પોલીસ, સરકાર, સમાજ, વાલીઓને આપવા જોઈએ. સવાલ એ છે કે આ યુવતી કયા હાથો થકી વેશ્યાલય સુધી પહોંચી? તેને સમાજના વરુઓમાં લાવનાર લોકો કોણ છે? 
વેશ્યાલયનો ધંધો કોના ઈશારે થાય છે? શું પોલીસ અને વહીવટી તંત્ર તેમના પર લગામ લગાવવામાં નિષ્ફળ ગયું છે? દેવી-દેવતાઓની પૂજા કરનારા આ દેશમાં ક્યાં સુધી આ લોકો વાસનાનો શિકાર બનશે? મહિલા વિકાસના તમામ અભિયાનો, વિભાગો અને સંગઠનો આને કેવી રીતે રોકશે? જો POCSO એક્ટ બનાવવાનું કામ ન થતું હોય તો શું અન્ય પગલાં ધ્યાનમાં લેવામાં આવશે? POCSO માં ફાંસીની સજા પામેલા દોષિતોને ક્યારે ફાંસી પર લટકાવવામાં આવશે, જેથી આવા ગરીબ લોકો ડરી જાય? સમાજનું નૈતિક અધોગતિ કેવી રીતે અટકશે? તે છોકરીનું પુનર્વસન કેવી રીતે થશે? શું તે ફરી ક્યારેય આનો શિકાર નહીં બને? મહિલાઓ પ્રત્યે સમાજનો અભિગમ કેવી રીતે બદલાશે? 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કાકા-કાકીએ મેટ્રોમાં બધી હદો વટાવી, કરવા લાગ્યા આવા અધમ કામ, વીડિયો જોઈને તમારું લોહી ઉકળી જશે.

હરિદ્વારમાં સાધુનો ઘૃણાસ્પદ ચહેરો સામે આવ્યો, સાધ્વી સાથે હતા શારીરિક સંબંધો, વીડિયો થયો વાયરલ

Gujarat Weather: ગુજરાતમાં સતાવશે ઠંડી કે રડાવશે ગરમી, જાણો IMD પાસેથી કેવુ રહેશે હવામાન ?

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ કર્યા પાંચ મોટા વચન, જાણો શું છે ચૂંટણી ઢંઢેરામાં?

સુરત જિલ્લાના ફોર્ચ્યુન મોલમાં ભીષણ આગ, બે યુવતીઓના મોત

આગળનો લેખ
Show comments