Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાયડની જૂના ઊંટરડા પ્રાથમિક શાળામાં શિક્ષક ધોરણ 7ની છાત્રાઓ સાથે વર્ગખંડમાં જ અશ્લીલ વાતો કરતો

બાયડની જૂના ઊંટરડા પ્રાથમિક શાળામાં શિક્ષક ધોરણ 7ની છાત્રાઓ સાથે વર્ગખંડમાં જ અશ્લીલ વાતો કરતો
, બુધવાર, 20 એપ્રિલ 2022 (12:11 IST)
બાયડ તાલુકામાં પ્રાથમિક શિક્ષણને કલંક લાગે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલુકાની જૂના ઊંટરડા પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક બિપીન પટેલ ધો. 7 ની છાત્રાઓ સાથે વર્ગખંડમાં છેલ્લા 3 મહિનાથી અશ્લીલ વાતો કરતાં કંટાળેલી છાત્રાઓએ સમગ્ર ઘટનાની જાણ વાલીઓને ઘરે જઇ કરતાં મામલો બિચક્યો હતો અને વાલીઓએ મંગળવાર સવારે ગ્રામજનોએ શાળામાં હલ્લાબોલ કરતાં વાતાવરણ તંગ બનવાની સાથે આંબલિયારા પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચતાં શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી શિક્ષકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જૂના ઊંટરડા પ્રાથમિક શાળામાં છેલ્લા સાતેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ બિપીન વિનોદભાઈ છેલ્લા ત્રણેક માસથી વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ વાતો કરતાં ધો. 7 માં ભણતી વિદ્યાર્થિનીઓ છેવટે કંટાળી જઇ અને સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ પોતાના ઘરે પરિવારજનોને આ લંપટ શિક્ષકની ફરિયાદ કરતા મંગળવાર સવારે જ ગ્રામજનોએ શાળામાં હલ્લાબોલ કરતાં લંપટ શિક્ષક બિપીનના હોશકોશ ઊડી ગયા હતા.સમગ્ર મામલો બિચકતાં કેટલાક ગ્રામજનોએ લંપટ શિક્ષકને મેથીપાક આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. વાત વણસતા એસએમસી કમિટિના સદસ્યો પણ શાળાએ દોડી પહોંચ્યા હતા. મામલો ઉગ્ર બનવાને લઇ આંબલિયારા પોલીસ મથકે જાણ કરતા પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી લંપટ બિપિનને પકડી ગુનો નોંધ્યો હતો.જૂના ઊંટરડા ગ્રામજનો પાસેથી મળેલી વિગતો મુજબ લંપટ શિક્ષક બિપીન પટેલ પરણેલો છે તેને એક સંતાન પણ છે અને આ લંપટ શિક્ષકના પત્ની બાયડ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે પણ ફરજ બજાવે છે.આંબલિયારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ લંપટ શિક્ષક બિપિને છેલ્લા ત્રણ માસથી ધો. 7ની છાત્રાઓ સાથે બિભત્સ શબ્દોનું ઉચ્ચારણ કરતો હતો છેવટે આ કરતૂત બહાર આવી ગઈ હતી ત્રણ મહિનાથી વિદ્યાર્થિનીઓ ઉપર આ શિક્ષકે કાળો કેર વર્તાવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા.લંપટ શિક્ષક પ્રકરણમાં આંબલીયારા પોલીસે આશિષકુમાર જીતેન્દ્રભાઈ શાહ. રહેવાસી ઉંટરડાની ફરિયાદના આધારે લંપટ શિક્ષક સામે આઈપીસીની કલમ 294 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જહાંગીરપુરીમાં NDMC ના બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનો બ્રેક