Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેંગલુરૂ : PG માં ઘુસીને યુવકે યુવતીને ચપ્પુ માર્યુ, CCTV માં કેદ થઈ ક્રૂરતા, પોલીસે શોધી કાઢ્યો હત્યારાનો સુરાગ

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2024 (15:49 IST)
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હૃદયદ્રાવક હત્યાનો એક વીડિયો સામે આવ્યો છે. બેંગલુરુના કોરમંગલામાં 'પેઇંગ ગેસ્ટ' રૂમમાં બે દિવસ પહેલા ગળું કાપીને હત્યા કરાયેલી છોકરીની. પોલીસને તેના સંબંધિત સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેમાં એક યુવક યુવતી પર છરી વડે હુમલો કરતો જોઈ શકાય છે.
 
યુવતી બિહારની હતી
પોલીસના જણાવ્યા અનુસાર 23 જુલાઈની રાત્રે યુવતીની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે રૂમમાં ઘૂસીને 24 વર્ષની કૃતિ કુમારીની હત્યા કરી નાખી. આ મામલાની માહિતી આપતા પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે કૃતિ કુમારી બિહારની રહેવાસી હતી. તે શહેરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.
 
હત્યારો મધ્યપ્રદેશનો રહેવાસી 
પોલીસ અધિકારી દયાનંદે કહ્યું કે હજુ સુધી હત્યારાની ધરપકડ કરવામાં આવી નથી. હત્યારાને પકડવા માટે ત્રણ વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પોલીસને માહિતી મળી છે કે હત્યારો મધ્યપ્રદેશનો રહેવાસી છે. આથી તેની શોધમાં પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પણ રવાના કરવામાં આવી છે.
 
 
લોહીથી લથપથ યુવતીનું બેઠેલી હાલતમાં મોત
આ દરમિયાન, પીડિતા હુમલાનો વિરોધ કરે છે, પરંતુ હત્યારો તેને પકડી લે છે, તેનું ગળું કાપી નાખે છે અને ત્યાંથી ભાગી જાય છે. અવાજ સાંભળીને બિલ્ડીંગમાં હાજર અન્ય યુવતીઓ સ્થળ પર પહોંચી પણ તેને બચાવી શક્યા નહીં. છરીના અનેક હુમલા બાદ લોહીમાં લથબથ કૃતિ કુમારીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments