Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાવળામાં નિષ્ઠુર માતાએ બાળકને જન્મ આપી ઝાડીમાં ફેંકી દીધું, બાવળના કાંટા વાગતાં ઈજાગ્રસ્ત હતું

A newborn baby was thrown away
, શુક્રવાર, 26 જુલાઈ 2024 (12:02 IST)
A newborn baby was thrown away
બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી ઝાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું. બાળકને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા. જેના કારણે બાળક લોહીલુહાણ હાલતમાં થઈ ગયું હતું.

ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી. 10થી 15 મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે. નવજાતનો જીવ બચાવનાર ધોળકા લોકેશનની 108 એમ્બ્યુલન્સના EMT દેશુર આહીરે મીડિયાને જણાવ્યું હતું કે, ગુરુવાર સવારે 5.15 વાગ્યાની આસપાસ ધોળકા હાઈવે પર લોકેશન ખાતે 5.20 વાગ્યાની આસપાસ 108 કંટ્રોલરૂમ તરફથી માહિતી મળી હતી કે, ધોળકા-બાવળા રોડ ઉપર આવેલા જુવાલ રૂપાવટી ગામે બસ સ્ટેન્ડ પાસે એક નવજાત બાળક મળ્યું છે. જેથી તાત્કાલિક તેઓ ગામે જવા માટે રવાના થયા હતા. 12 કિલોમીટર દૂર ગામ હતું. 15 મિનિટના સમયગાળામાં તેઓ જુવાલ રૂપાવટી ગામે પહોંચી ગયા હતા. સ્થળ ઉપર પહોંચતા જે વ્યક્તિએ 108ને ફોન કરી જાણ કરી હતી તેઓ ત્યાં હાજર હતા.

વરસતાં વરસાદમાં સ્થળ પર પહોંચ્યા ત્યારે ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, વહેલી સવારના સમયે તેઓ બાથરૂમ જવા માટે ત્યાં આવ્યા હતા. બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલા ખેતરમાં બાવળની ઝાડીમાંથી એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. ટોર્ચ લઈને તેના શરીર પર જોતા બાવળના કાંટા વાગેલા જોવા મળ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળક ઊંધું પડ્યું હતું. 108 એમ્બ્યુલન્સના EMT બાળકને દેશુર આહીરે તાત્કાલિક હાથમાં લઈને નાડ છૂટી પાડી હતી. ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે એકદમ સાફ-સફાઈ કરવામાં આવ્યું હતું. બાળક જીવિત હાલતમાં અને શ્વાસ લેતું હતું. જો કે, તેને કાંટા વાગ્યા હોવાથી ઇજાગ્રસ્ત હોવાથી તાત્કાલિક સારવારની જરૂર હતી. જેથી તેને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ઓક્સિજન સાથે તેની સારવાર શરૂ કરી દીધી હતી. તાત્કાલિક વધુ સારવારની જરૂર હોવાથી તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળકને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ તેની પરિસ્થિતિ સારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકીએ માતાને રડતા રડતા કહ્યુ.... ઓટોવાળા અંકલ મારા કપડા ખોલી નાખે છે, કહે છે કે કીડી કાઢી રહ્યો છુ