Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સાચું છે અને... Yuzvendra Chahal અને Dhanashree Verma ના સબંધોનો 'THE END' ક્રિકેટરના પોસ્ટથી મચી ખલબલી

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2025 (23:20 IST)
Yuzvendra Chahal and Dhanashree Verma Divorce: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાની જોરદાર ચર્ચાઓ થઈ હતી. આ મુદ્દે ચહલે મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ભાવનાત્મક પોસ્ટ લખી, જે સાબિત કરે છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી
 
ચહલે સબંધોમાં દરાર પર કર્યો ઈશારો 
 
યુઝવેન્દ્ર ચહલે સંબંધોમાં ખટાશની અફવાઓ વચ્ચે  સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ કરતા જોવા મળ્યા છે. પરંતુ આ વખતે તેમણે પોતાની ઈમોશનલ પોસ્ટમાં ધનશ્રી સાથેના પોતાના સંબંધો વિશે મોટો સંકેત આપ્યો. પોસ્ટમાં, તેમણે પોતાને એક સારો  ખેલાડી, એક સારો પુત્ર, એક સારો ભાઈ અને એક સારો મિત્ર તરીકે વર્ણવ્યા છે, પરંતુ તેમણે પોતાના વિશે એક સારા પતિ તરીકે લખ્યું નથી. ચહલે આ અફવાઓ પર પણ લખ્યું કે તે સાચી હોઈ પણ શકે છે અને નથી પણ હોઈ શકતી. 
 
ચહલે સ્પષ્ટ કરી હકીકત
 
Yuzvendra Chaha
યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'હું મારા બધા ફેંસનો તેમના અતૂટ પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત.' પણ આ યાત્રા હજુ પૂરી થઈ નથી!!! કારણ કે મારા દેશ, મારી ટીમ અને મારા ફેંસ માટે હજુ ઘણી અદ્ભુત ઓવરો બાકી છે!!! મને ખેલાડી હોવાનો ગર્વ છે, સાથે સાથે હું એક પુત્ર, ભાઈ અને મિત્ર પણ છું. હું તાજેતરની ઘટનાઓ, ખાસ કરીને મારા અંગત જીવન વિશે લોકોની જિજ્ઞાસાને સમજું છું. જોકે, મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈ છે જેમાં અમુક બાબતો પર અનુમાન લગાવવામાં આવ્યું છે જે સાચી હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.
 
તૂટી ગયા ચહલ 
 
ચહલે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, 'એક પુત્ર, એક ભાઈ અને એક મિત્ર તરીકે, હું બધાને નમ્ર વિનંતી કરું છું કે આ અટકળોમાં ન ફસાય કારણ કે તેનાથી મને અને મારા પરિવારને ખૂબ દુઃખ થયું છે.' મારા કૌટુંબિક મૂલ્યોએ મને શીખવ્યું છે કે હંમેશા બધાનું ભલું ઇચ્છું અને શોર્ટકટ લેવાને બદલે સમર્પણ અને સખત મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરું. હું આ મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છું. દૈવી આશીર્વાદથી, હું હંમેશા તમારા પ્રેમ અને સમર્થન મેળવવાનો પ્રયત્ન કરીશ, સહાનુભૂતિ નહીં. લવ યુ ઓલ.

 
2020 માં કર્યા હતા લગ્ન 
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચેનો સંબંધ લોકડાઉન દરમિયાન શરૂ થયો હતો. ધનશ્રી ચહલની ડાન્સ ટીચર હતી અને આ સ્ટાર ક્રિકેટર તેના પ્રેમમાં પડી ગયો હતો. થોડા દિવસો એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 2020 માં લગ્ન કર્યા. હવે, માત્ર 4 વર્ષ પછી, તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને ધનશ્રીને એક ફોટો માટે ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં, ધનશ્રીએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

ગુજરાતી જોક્સ - એર હોસ્ટેસ બલ્લભજી માટે ટોફી

Game Changer Box Office Preview રામ ચરણની ફિલ્મ શરૂઆતના દિવસે આટલી કમાણી કરી શકે છે, જાણો રન ટાઈમ

12 જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ દર્શન

વધુ જુઓ..

નવીનતમ

સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

V name girl Gujarati- વ અક્ષરના નામ છોકરી

Haldi in wedding લગ્ન વિધિ પહેલા વર - કન્યાને હળદર કેમ લગાવવામાં આવે છે?

બટાકાના ચિલ્લા

આગળનો લેખ
Show comments