બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે ટીમ ઈન્ડિયાને છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની દાવેદારીથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે. સિડનીમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાએ WTCની ફાઈનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં તેનો સામનો લંડનમાં દક્ષિણ આફ્રિકા સામે થશે.
ટીમ ઈન્ડિયાના સૌથી સિનિયર ખેલાડી વિરાટ કોહલીને ભારતીય બેટિંગની મહત્વની કડી માનવામાં આવે છે, પરંતુ કોહલીએ આ શ્રેણીમાં ઘણી નિરાશ કરી. કોહલીએ પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ ત્યારપછી દરેક વખતે આ જ ભૂલ કરીને કોહલી આઉટ થયો હતો. પૂર્વ દિગ્ગજોએ પણ કોહલીના આ ખરાબ પ્રદર્શનની નિંદા કરી હતી, પરંતુ કોહલીએ પોતાની ભૂલમાંથી કંઈ શીખ્યું નથી. કોહલીએ સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં માત્ર 6 રન બનાવ્યા હતા.