Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jasprit Bumrah's injury Update - જસપ્રી બુમરાહની ઈંજરી પર આવ્યુ સૌથી મોટુ અપડેટ, શુ અંતિમ દાવમાં કરી શકશે બોલિંગ ?

Jasprit Bumrah's injury Update  - જસપ્રી બુમરાહની ઈંજરી પર આવ્યુ સૌથી મોટુ અપડેટ, શુ અંતિમ દાવમાં કરી શકશે બોલિંગ ?
, શનિવાર, 4 જાન્યુઆરી 2025 (15:17 IST)
Jasprit Bumrah's injury Update - જસપ્રીત બુમરાહ ટીમ ઈંડિયાના સ્ટાર ખેલાડીઓમાંથી એક છે. તેમના કારણે ટીમ ઈંડિયાએ તાજેતરમાં સમયે અનેક મુકાબલા જીત્યા છે.  ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5મો અને અંતિમ ટેસ્ટ મેચ રમી રહેલ ટીમ ઈંડિયાને ત્યારે સૌથી  મોટો ઝટકો લાગ્યો જ્યારે જસપ્રીત બુમરાહ  વચ્ચે મેચમાં અચાનક મેદાનમાંથી બહાર જતા રહ્યા અને તેમણે પછી  ટ્રેનિંગ કીટમાં સ્ટેડિયમમાંથી પણ બહાર જતા દેખાડવામાં આવ્યા.  એ સમયે અનુમાન લગાવ્યુ હતુ કે બુમરાહને મેદાનમાં થોડી તકલીફ થઈ હશે. જેના કારણે તે સ્કેન માટે બહાર ગયા છે.  જેને કારણે તે સ્કેન માટે બહાર ગયા છે.. તેઓ ટીમ ઈંડિયાની મેડિકલ ટીમ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ટીમ ઈંડિયાના યુવા બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાએ બુમરાહની ઈંજરીને લઈને મોટુ અપડેટ આપ્યુ છે.  
 
બુમરાહની ઈંજરે પર કહી
 આ વાત 
ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયા તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ણાને પ્રેસ કોન્ફરન્સ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે કૃષ્ણાને બુમરાહ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે  તેણે કહ્યું કે બુમરાહને પીઠમાં દુખાવો છે અને તે સ્કેન કરાવવા ગયો હતો. મેડિકલ ટીમ સ્કેન રિપોર્ટ બાદ જ  કોઈ અપડેટ આપી શકશે. મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
 
ટીમ ઈન્ડિયાને બુમરાહની જરૂર 
 
ભારતીય ટીમને આ મેચમાં જસપ્રીત બુમરાહની જરૂર છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 141 રન બનાવી લીધા છે અને ટીમ ઈન્ડિયા પાસે હાલમાં 145 રનની લીડ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આગામી ઈનિંગમાં ટાર્ગેટનો બચાવ કરવા માટે બુમરાહની જરૂર પડશે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે છેલ્લી ઈનિંગમાં બોલિંગ કરશે કે નહીં. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સમગ્ર શ્રેણીમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 09 ઇનિંગ્સમાં કુલ 32 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં તેમનુ ટીમમા હાજર હોવુ એ ટીમ ઈન્ડિયા માટે જરૂરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi Election - BJP એ જાહેર કર્યુ ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ, જુઓ બધાના નામ