Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે વખતની ચેમ્પિયન ટીમ વર્લ્ડ કપમાંથી બહાર, ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો ઉલટફેર

Webdunia
રવિવાર, 2 જુલાઈ 2023 (00:25 IST)
આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમ વેસ્ટ ઈન્ડિઝ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો અપસેટ છે. આ પહેલા આવું ક્યારેય બન્યું નથી જ્યારે કોઈ વર્લ્ડ ચેમ્પિયન ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ હોય. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝે 1975 અને 1979નો વર્લ્ડ કપ જીત્યો હતો. તે પછી, તે એકવાર પણ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યો નથી, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે તે વર્લ્ડ કપ રમ્યા વિના આ ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે.
 
 
ઉલ્લેખનીય છે કે  વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ ઝિમ્બાબ્વેમાં ODI વર્લ્ડ કપ માટે રમાઈ રહેલા ક્વોલિફાયરમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે આ કરો યા મરો મેચ હતી. પરંતુ આ મેચમાં સ્કોટલેન્ડે તેમને 7 વિકેટે પરાજય આપ્યો હતો. સ્કોટલેન્ડ સામેની હાર બાદ તેની ટીમ ટોપ 2ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ODI વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે, તેણે ક્વોલિફાયર્સમાં ટોપ 2માં સ્થાન મેળવવું પડ્યું. પરંતુ હવે તે આવું કરી શકશે નહીં. વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં વેસ્ટ
 
કેવી રહી મેચ 
 
વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. તે 43.5 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ દરમિયાન સ્કોટલેન્ડ તરફથી બ્રાન્ડોન મેકમુલેને ત્રણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝનો કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા.
 
મેચના બીજા દાવમાં સ્કોટલેન્ડે સામે એક નાનો ટાર્ગેટ હતો. તેમને જીતવા માટે માત્ર 182 રનની જરૂર હતી. બીજા દાવની શરૂઆતમાં સ્કોટલેન્ડે પહેલા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે એવી આશા છે કે તે બેટથી નહીં પણ બોલથી કંઈક અદ્ભુત કરી શકે છે. પરંતુ સ્કોટલેન્ડે પ્રથમ વિકેટ બાદ જોરદાર કમબેક કર્યું અને 43.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 185 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુગર કંટ્રોલ કરવા માટે પીવો આ બીજનું પાણી, તમારું સ્વાસ્થ્ય પણ થશે મજબૂત

Gold Facial- તમે ઘરે મોંઘા ગોલ્ડ ફેશિયલ પણ કરી શકો છો, બસ આ બ્યુટી ટિપ્સને અજમાવો

બ્રેડ સ્પ્રિંગ રોલથી કરવી તમારા દિવસની શરૂઆત જાણો સરળ રેસીપી

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાનકી

વરસાદમાં પલળી ગયા છે જૂતા મિનિટોમાં સુકાવવાનુ કામ કરશે આ સરળ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments