Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ટીમ ઈન્ડિયાએ આ મહાન ખેલાડી માટે વર્લ્ડ કપ જીતવો જોઈએ' - સેહવાગ

'ટીમ ઈન્ડિયાએ આ મહાન ખેલાડી માટે વર્લ્ડ કપ જીતવો જોઈએ' -  સેહવાગ
, બુધવાર, 28 જૂન 2023 (08:28 IST)
વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ આખરે આખી દુનિયા સામે જાહેર થઈ ગયું છે. આ મોટી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામે ટકરાવાની છે. સાથે જ  ભારતીય ટીમ 8 ઓક્ટોબરે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે છેલ્લા 10 વર્ષથી ટીમ આઈસીસીની એક પણ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી વીરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપ પહેલા મોટું નિવેદન આપ્યું છે.
 
કોહલી માટે જીતી ગઈ ટીમ ઈન્ડિયા 
વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે આખો દેશ વિરાટ કોહલી દ્વારા વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. સેહવાગે યાદ કર્યું કે કેવી રીતે એમએસ ધોનીની આગેવાનીમાં તેમણે અને તેમના સાથી ખેલાડીઓએ 2011માં સચિન તેંડુલકર માટે આ બધું કર્યું હતું. ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર્સમાંના એક, કોહલીને વનડેમાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. કોહલીએ 274 મેચમાં 57.32ની એવરેજથી 12,898 રન બનાવ્યા છે.
 
ગત વખતે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો
કોહલી 2011ની વર્લ્ડ કપની ટીમનો ભાગ હતા, જેનું નેતૃત્વ એમએસ ધોનીએ કર્યું હતું. કોહલીની કપ્તાની હેઠળ, ભારત 2019 વર્લ્ડ કપમાં ગયું હતું પરંતુ સેમિફાઇનલમાં હાર્યા બાદ બહાર થઈ ગયું હતું. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા સેહવાગે કહ્યું કે કોહલી હંમેશા પોતાનું 100 ટકા આપે છે અને અનુમાન લગાવ્યું હતું કે તેની રન બનાવવાની ક્ષમતાને ટૂર્નામેન્ટમાં પિચ દ્વારા મદદ મળશે. સેહવાગે કહ્યું કે આપણે એક વિશ્વ કપ તેંડુલકર માટે રમ્યો હતો.  એ વખતે સૌએ નક્કી કર્યું હતું કે જો આપણે આ વર્લ્ડ કપ જીતીશું તો આ સચિન પાજી માટે સૌથી યાદગાર વિદાય હશે. વિરાટ કોહલી પણ એવો જ છે. દરેક વ્યક્તિ ઈચ્છશે કે તેમનાં માટે ટીમ ઈન્ડીયા વર્લ્ડ કપ જીતે. કારણ કે તેઓ  હંમેશા 100 ટકાથી વધુ યોગદાન આપે છે.
 
'વિરાટ પાસે મોટી અપેક્ષાઓ'
તેમણે કહ્યું કે મને લાગે છે કે વિરાટ કોહલી પણ આ વર્લ્ડ કપ પર ધ્યાન આપી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 100,000 લોકો તમને જોશે. વિરાટ જાણે છે કે પીચો કેવી હશે. મને ખાતરી છે કે તે ઘણા રન બનાવશે અને તે ભારત માટે વર્લ્ડ કપ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. સેહવાગે ખુલાસો કર્યો કે વર્લ્ડ કપ દરમિયાન ધોનીએ આખી ટૂર્નામેન્ટમાં માત્ર ખીચડી ખાધી હતી. તેમણે કહ્યું કે એમએસ ધોની સમગ્ર 2011 વર્લ્ડ કપ દરમિયાન માત્ર ખીચડી ખાતા હતા. આ તેમની અંધશ્રદ્ધા હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

154 તાલુકામાં મેઘમહેર:હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી,