Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs ENG: અંતિમ ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈંડિયાનુ એલાન, વિરાટ બહાર, આ નવા ખેલાડીની થઈ એંટ્રી

Webdunia
શનિવાર, 10 ફેબ્રુઆરી 2024 (11:36 IST)
- ટીમમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જડેજાનુ કમબેક
- શ્રેયસ ઐય્યર  ઈંજરીને કારણે બહાર
- ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટમાં રમશે. 

 IND vs ENG: ભારત અને ઈગ્લેંડ વચ્ચે થયેલી ત્રણ મેચો માટે બીસીસીઆઈએ સ્કવોડનુ એલાન કરી દીધુ છે. શ્રેણીની બે મેચ રમાય ચુકી છે.  જ્યા બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ટીમમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જડેજાનુ કમબેક થયુ છે. પણ  આ બંને ખેલાડીઓને ફિટનેસના આધાર પર પ્લેઈંગ 11 માં તક આપવામાં આવશે.  બીજી બાજુ વિરાટ કોહલી હજુ પણ ટીમ ઈંડિયાના સ્કવોડમાંથી બહાર  છે. શ્રેયસ ઐય્યરને ટીમમાં લેવામાં આવ્યો નથી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે તેની ઈંજરીને કારણે બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે.  જો કે  તેમણે આ મુદ્દાને લઈને કશુ પણ કહ્યુ નથી.  આ વખતે બીસીસીઆઈએ કુલ 17 ખેલાડીઓને સ્કવોડમાં સામેલ કર્યા છે.  જ્યા આકાશ દીપની એંટ્રી ભારતીય સ્કવોડમાં થઈ છે.  તેઓ આરસીબી માટે આઈપીએલ રમે છે તો બ ઈજી બાજુ ઘરેલુ ક્રિકેટમાં બંગાલની ટીમનો ભાગ છે. 
 
વિરાટ કોહલી ફરીથી બહાર 
ઈગ્લેંડ વિરુદ્ધ ફૈસ એકવાર ફરીથી વિરાટ કોહલીને મિસ કરશે. શ્રેણી પહેલા બે મેચ મિસ કર્યા પછી આશા બતાવાય રહી હતી કે કોહલી ટીમ ઈંડિયામાં પરત આવશે પણ હાલ તે બહાર છે. બીસીસીઆઈએ આ વાતની માહિતી આપતા કહ્યુ કે વિરાટ કોહલી વ્યક્તિગત કારણોથી બાકીની સીજન માટે પસંદગી માટે  હાજર નહી રહે.  બોર્ડ કોહલીના નિર્ણયનુ પુરૂ સન્માન અને સમર્થન કરે છે. વિરાટ કોહલીનુ ન હોવુ ટીમ ઈંડિયા માટે મોટો ફટકો છે. જો કે ફેંસ માટે આ રાહતની વાત છે કે બીસીસીઆઈએ સરફરાજ ખાનને ટીમમાં કાયમ રાખ્યો છે.  સરફરાજ ખાનને બીજી ટેસ્ટ મેચમાં સીનિયર ખેલાડીઓની એંજરી પછી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 
 
શ્રેણીની બાકીની મેચ ક્યારે અને ક્યા રમાશે 
ટેસ્ટ શ્રેણીમાં હાલ કુલ ત્રણ મુકાબલા બચ્યા છે. જ્યા ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટમાં રમશે.  જ્યારે કે ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરી 2024ના રોજ રાંચીમાં શરૂ થશે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ 07 માર્ચ 2024થી ઘર્મશાળામાં રમાશે.  ટીમ ઈંડિયા આ શ્રેણીના ત્રીજા મુકાબલાને જીતીને બઢત મેળવવા ઈચ્છશે. બંને ટીમો આ 12 ફેબ્રુઆરી સુધી રાજકોટ પહોચી શકે છે.  
 
ઈગ્લેંડ વિરુદ્ધ બચેલી મેચો માટે ટીમ ઈંડિયાની સ્કવોડ 
રોહિત શર્મા (કપ્તાન), જસપ્રિત બુમર (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટ કિપર), કેએસ ભરત (વિકેટ કિપર), આર અશ્વિન, રવિન્દ્ર જડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments