Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

U19 World Cup 2024: ભારત સતત 5મી વાર વર્લ્ડકપ ફાઈનલમાં, આ પ્લેયર્સના દમ પર આફ્રિકાને હરાવ્યુ

U19 World Cup 2024: ભારત સતત 5મી વાર વર્લ્ડકપ ફાઈનલમાં, આ પ્લેયર્સના દમ પર આફ્રિકાને હરાવ્યુ
, બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (13:28 IST)
- ભારતીય ટીમના કપ્તાન ઉદય સહારને ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો
-  કેપ્ટન ઉદય સહારન અને સચિન ધાસની વિસ્ફોટક ઇનિંગ્સ
-  ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 5 વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે
 
U19 World Cup 2024 Indian Team In Final: અંડર 19 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને બે વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે જ ભારતીય ટીમે ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે.  મેચમાં ભારતીય ટીમના કપ્તાન ઉદય સહારને ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો.  બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન ઉદય સહારન અને સચિન ધાસની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે ટીમ ઇન્ડિયાએ આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ બંને ખેલાડીઓએ જોરદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયાએ સતત પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
 
કપ્તાને રમી દમદાર રમત 
 
સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે આદર્શ સિંહ પહેલા બોલ પર જ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અરશિન કુલકર્ણીએ 12 રન બનાવ્યા હતા. અગાઉની મેચોમાં ટીમ ઈન્ડિયાનો હીરો રહેલો મુશીર ખાન આ મેચમાં બેટથી અજાયબી કરી શક્યો ન હતો. તે 4 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ એક સમયે 32 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદય સહારન અને સચિન ધસે મોટી ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી. પરંતુ સચિન ધાસ પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો. તે 95 બોલમાં 96 રન બનાવીને આઉટ થયો હતો. ઉદય સહારને 81 રન બનાવ્યા હતા.
 
રાજ લીંબાણીએ ઝડપી ત્રણ વિકેટ  
દક્ષિણ આફ્રિકા તરફથી લુઆન ડ્રે પ્રિટોરિયસે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. રિચાર્ડ સેલેટ્સવેને 64 રનનું યોગદાન આપ્યું હતું. ઓલિવર વોટહેડે 22 રન બનાવ્યા હતા. કેપ્ટન જુઆન જેમ્સે 24 રન અને ટ્રિસ્ટન લુસે 23 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 244 રન બનાવી શકી હતી. ભારત તરફથી રાજ લિંબાણીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તેમના સિવાય મુશીર ખાને બે, નમન તિવારી અને સૌમ્યા પાંડેએ 1-1 વિકેટ લીધી હતી.
 
ભારતે સતત પાંચમી વખત બનાવ્યું સ્થાન   
ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની પ્રથમ ત્રણ મેચ જીતીને સુપર-6 માટે ક્વોલિફાય કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ સુપર-6માં પણ 2 મેચ રમી અને બંને મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી. હવે ટીમની નજર તેના છઠ્ઠા ટાઈટલ પર છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 5 વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે 2000, 2008, 2012, 2018 અને 2022માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે.

  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાને જૂનાગઢથી કચ્છ લવાશે, કાર્યક્રમના આયોજકની ધરપકડ