Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાને જૂનાગઢથી કચ્છ લવાશે, કાર્યક્રમના આયોજકની ધરપકડ

Program organizer arrested for inflammatory speech
અમદાવાદ , બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (12:31 IST)
Program organizer arrested for inflammatory speech

- ભડકાઉ ભાષણ કેસમાં આયોજક મામદખાન મુરની ધરપકડ
- મુફતી સલમાન અઝફરીના એક દિવસના રિમાન્ડ મંજૂર
-  આરોપી પાસે ક્યાં કાર્યક્રમ હતો, શું વિષય હતો જેવી બાબતોની ચકાસણી કરવામાં આવી 

સામખીયાળી ભડકાઉ ભાષણ કેસમાં કચ્છ પોલીસે કાર્યક્રમના આયોજક મામદખાન મુરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને લઈને જ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતુ ત્યા જઈને રીક્ન્સ્ટ્ર્કશન કરવામાં આવ્યું હતું. સામખીયાળી ખાતે આયોજીત કાર્યક્રમ સ્થળે આરોપીને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગ કરવામા આવશે. કચ્છ પોલીસની એક ટીમ જુનાગઢ પણ જશે. આરોપી મૌલાનાનો કબજો મેળવવા આ ટીમ જૂનાગઢ જશે.
 
મુફતી સલમાન અઝફરીના એક દિવસના રિમાન્ડ મંજૂર
આ અંગે ભચાઉના નાયબ પોલીસ વડા સાગર સાબડાએ મીડિયાને જણાવ્યું હતું કે, મુફતી અઝહરીએ સામખયાળીના જે સ્થળે ભળકાઉ ભાષણ આપ્યું હોવાની ઘટના છે, તે મામલે કાર્યક્રમની પરવાનગી લેનાર અન્ય આરોપી સાથે પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યાં આરોપી પાસે ક્યાં કાર્યક્રમ હતો, શું વિષય હતો જેવી બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. બીજી તરફ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મુફતી સલમાન અઝહરી મૌલાનાને ગઈકાલે કોર્ટમાં રજૂ કરીને જૂનાગઢ પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટમાં દલીલો બાદ આખરે પોલીસને મુફતી સલમાન અઝફરીના એક દિવસના રિમાન્ડ મળ્યા છે.
 
જૂનાગઢમાં ભાષણ મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી
31 જાન્યુઆરીના રોજ સાંજે જૂનાગઢની નરસિંહ સ્કૂલના મેદાનમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકોએ મુંબઈથી મુફતી સલમાન અઝહરીને બોલવ્યો હતો. એમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સ્થાનિક આયોજક મહંમદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બીજી વખત ટ્રાફિક જામ, તરસાલી પાસે કન્ટેનર પાછળ બોલેરો ઘૂસી ગઈ