Webdunia - Bharat's app for daily news and videos

Install App

Womens ODI World Cup : ભારત 2025માં મહિલા વનડે વર્લ્ડકપની મેજબાની કરશે, આઈસીસીએ કર્યુ એલાન

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2022 (12:49 IST)
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. ભારત વર્ષ 2025માં યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપની યજમાની કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ આની જાહેરાત કરી છે. છેલ્લો મહિલા વર્લ્ડ કપ 2013માં ભારતમાં યોજાયો હતો. મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
 
મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટી-20 ફોર્મેટમાં 2027માં કરવામા આવશે.ભારત 2025માં મહિલા વન-ડે વર્લ્ડ કપનું યોજાશે. આ મુદ્દે બોર્ડ સેક્રેટરી જય શાહે કહ્યું કે,‘ભારત આ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરશે. અમે મહિલા ક્રિકેટને આગળ વધારવા કટિબદ્ધ છીએ.’ભારતમાં આ પાંચમી મહિલા ICC ટૂર્નામેન્ટ રહેશે. ભારતે અત્યારસુધી 3 વન-ડે વર્લ્ડ કપ અને એક ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી છે.ભારતમાં 9 વર્ષ બાદ મહિલા ICC ટૂર્નામેન્ટ યોજાશે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં 8 ટીમો ઉતરશે, જેમની વચ્ચે 31 મેચ રમાશે. ઈંગ્લેન્ડ 2009 બાદ પ્રથમવાર મહિલા ટી-20 વર્લ્ડ કપની યજમાની કરશે. જ્યારે બાંગ્લાદેશ બીજીવાર મહિલા ટી-20 વર્લ્ડ કપની યજમાની કરશે 
 
આ બીજી વખત હશે જ્યારે બાંગ્લાદેશ મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરશે. ક્લેર કોનર, સૌરવ ગાંગુલી અને રિકી સ્કેરીટ સાથે માર્ટિન સ્નેડનની અધ્યક્ષતાવાળી બોર્ડ પેટા સમિતિની દેખરેખ હેઠળ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા યજમાનોની પસંદગી કરવામાં આવી હતી. ICC બોર્ડે સમિતિની ભલામણો સ્વીકારી, જેણે ICC મેનેજમેન્ટ સાથે દરેક બિડની સંપૂર્ણ સમીક્ષા કરી. મહિલા T20 આઈ  ક્રિકેટ આ વર્ષે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં શરૂ થાય છે, જેમાં ટોચની આઠ ટીમો ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરી રહી છે. 
 
અમે મેજબાની માટે આતુર હતા - સૌરવ ગાંગુલી 
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અવસર પર કહ્યુ કે અમે આઈસીસી મહિલા ક્રિકેત વિશ્વ કપ 2025ની મેજબાની કરવા આતુર હતા અને અમને ખુશી છે કે અમે મહિલા કેલેંડર પર આ મહત્વપૂર્ણ રમત આયોજનની મેજબાનીનો અધિકાર મેળવ્યો છે.  ભારતે 2013માં 50 ઓવરની મહિલા વિશ્વ કપની મેજબાની કરી હતી અને ત્યારથી રમતમાં એક જોરદાર ફેરફાર આવ્યો છે. તેમણે કહ્યુ કે મહિલા ક્રિકેટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને આ યોગ્ય દિશામાં એક પગલુ છે.  બીસીસીઆઈ આઈસીસી સાથે મળીને કામ કરશે અને બધી જરૂરિયાતોને પુરી કરશે. 

<

India set to host ICC Women’s World Cup 2025, announces International Cricket Council pic.twitter.com/QGbgcytWkC

— ANI (@ANI) July 26, 2022 >
 
રમતની લોકપ્રિયતા વધશે - જય શાહ 
 
BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે અમે 2025 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરીને ખુશ છીએ અને હું તમને જણાવી દઈએ કે BCCI તેને બધા માટે યાદગાર ઈવેન્ટ બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં. અમે ગેમની પ્રોફાઇલને ઠીક કરવા માટે ઘણા પગલાં લઈ રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે પાયાના સ્તરે વર્લ્ડ કપનું આયોજન કરવાથી દેશમાં રમતની લોકપ્રિયતામાં વધુ વધારો થશે. તેમણે વધુમાં   કહ્યું કે BCCI ભારતમાં મહિલા ક્રિકેટ માટે પ્રતિબદ્ધ છે. અમારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને મને વિશ્વાસ છે કે અમારી પાસે વર્લ્ડ કપની ખૂબ જ સફળ આવૃત્તિ હશે. તેમજ મહિલા FTPનો એક ભાગ તાજેતરમાં રજૂ કરાયેલ ICC મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી છે, જેની ઉદઘાટન આવૃત્તિ 2027 માં યોજાશે. ICC બોર્ડે પુરૂષો અને મહિલા બંને FTP 2023-2027ને મંજૂરી આપી છે અને આ આગામી દિવસોમાં પ્રકાશિત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments