Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દ. આફ્રિકા અને યુએઈમાં T20 ટીમ ખરીદ્યા પછી હવે રિલાયંસ પાસે ત્રણ દેશોમાં ત્રણ ટીમો

RIL to acquire franchise
નવી દિલ્હી. , બુધવાર, 20 જુલાઈ 2022 (17:36 IST)
ક્રિકેટની દુનિયામાં રિલાયંસ સતત પોતાની આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિને મજબૂત કરી રહ્યુ છે. ભારત પછી રિલાયંસે દક્ષિણ આફ્રિકા અને યુએઈમા પણ ટી20 લીગ ટીમ ખરીદી લીધી છે.  રિલાયંસની ટી20 સ્કાવડમાં સૌથી નવી ટીમ દક્ષિણ આફ્રિકાની કેપટાઉન છે.  જેને વીતેલા મંગળવારે રિલાયંસ ઈંડસ્ટ્રીઝના મુંબઈના ઈંડિયન બ્રાંડે ખરીદી છે.  આ સાથે જ રિલાયંસ પાસે ત્રણ દેશોમાં ત્રણ ટી20 ટીમો થઈ ગઈ છે. 
 
દક્ષિણ આફ્રિકાની ટી20 લીગ ટીમ કેપટાઉનના રિલાયંસ પરિવારમાં સ્વાગત કરતા રિલાયંસ ઈંડસ્ટ્રીજની નિદેશક નીતા અંબાનીએ કહ્યુ, 'રિલાયંસ પરિવારમાં આપણી નવી ટી20 ટીમનુ સ્વાગત કરતા હુ ખૂબ જ ખુશ છુ. આપણે મુંબઈ ઈંડિયંસના મજબૂત અને મનોરંજક ક્રિકેટ બ્રાંડને દક્ષિણ આફ્રિકા જેવા દેશમાં લઈ જવા પર ઉત્સાહિત છે. એક એવો દેશ જે ક્રિકેટને એટલો જ પ્રેમ કરે છે જેટલો આપણ ભારતીય કરીએ છીએ. જેમ જેમ મુંબઈ ઈંડિયસનુ વૈશ્વિક ક્રિકેટ ફૂટપ્રિંટ વધતુ જશે તેમ તેમ રમતના માધ્યમથી ખુશી અને ઉત્સાહ ફેલાવવાની અમારી પ્રતિબદ્ધતામાં વધારો થતો રહેશે. 
 
રિલાયંસ જિયોના ચેયરમેન આકાશ અંબાનીએ કહ્યુ, દક્ષિણ આફ્રિકી ફ્રેંચાઈજી સાથે હવે અમારી પાસે ત્રણ દેશોમાં ત્રણ ટી20 ટીમો છે. અમે ક્રિકેટ ઈકો સિસ્ટમ અને બ્રાંડ મુંબઈ ઈંડિયંસમાં અમારી વિશેષતા અને અનુભવનો લાભ ઉઠાવવા માટે તૈયાર છે. જેથી પ્રશંસકોને કેટલીક ગુડ ક્રિકેટ જોવા મળે. 
 
કંપનીના મુજબ દેશમાં રિલાયંસ ઈંડસ્ટ્રીઝે ક્રિકેટ ફ્રેંચાઈજી, ફુટબોલ લીગ, રમત પ્રાયોજન, પરામર્શ અને એથલીટ પ્રતિભા પ્રબંધનના માધ્યમથી રમત માટે એક સારો ઈકો સિસ્ટમ વિકસિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 
 
આ ઉપરાંત આરઆઈએલના સીએસઆર વિંગ - રિલાયંસ ફાઉંડેશન સ્પોર્ટ્સના માધ્યમથી દેશભરમાં એથલીટોને ચેમ્પિયન બનવાની તક પ્રદાન કરવામાં આવી રહી છે. વૈશ્વિક રમત આયોજનોની મેજબાનીમાં ભારતનો પક્ષ મજબૂત કરવા સાથે દેશમાં ઓલંપિક આંદોલનને આગળ વધારવામાં આવી રહ્યુ છે. આ વર્ષની શરૂઆતમાં નીતા અંબાનીના પ્રયાસોથી 40 વર્ષના અંતર પછી 2023માં મુંબઈમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ સત્રની મેજબાની કરવામાં આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાનના આદિવાસી વિસ્તારની મહિલાઓને દલાલો મારફતે ગુજરાતમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ