IND vs IRE 1st T20: ભારત અને આયરલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ ડબલિનમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 2 રને જીતી લીધી છે. આ સાથે ભારતીય ટીમ આ સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. બુમરાહે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચનું પરિણામ વરસાદના કારણે DLS નિયમના આધારે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મેચની બીજી ઈનિંગમાં વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. પરંતુ ભારે વરસાદને કારણે મેચ ફરી શરૂ થઈ શકી ન હતી અને ટીમ ઈન્ડિયા પારના સ્કોરમાં આયર્લેન્ડ કરતા 2 રન આગળ હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ આ મેચ પોતાના નામે કરી લીધી.
<
That's some comeback!
Jasprit Bumrah led from the front and bagged the Player of the Match award as #TeamIndia win the first #IREvIND T20I by 2 runs via DLS.
— BCCI (@BCCI) August 18, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
કેવી હતી મેચની શરૂઆત
ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. બેરી મેક્કાર્થીએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. કર્ટિસ કેમ્પરે 39 રન બનાવ્યા હતા. બેરી મેકકાર્થીની ઈનિંગના કારણે આયરલેન્ડની ટીમ આ મેચમાં વાપસી કરી હતી, અન્યથા એક સમયે તેમની ટીમે માત્ર 59 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. મેકકાર્થીએ T20 કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તે ભારત સામે નંબર 8 પર અડધી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો હતો. મેકકાર્થીએ 154.55ના સ્ટ્રાઈક રેટથી 33 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. મેક્કાર્થીએ પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી રિંકુ સિંહ અને પ્રસિદ્ધ કિષ્નાએ ડેબ્યૂ કર્યું છે. તો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11 મહિને પરત ફર્યો છે.