Webdunia - Bharat's app for daily news and videos

Install App

India vs Bangladesh Asia Cup Final Live : ભારતે જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

Webdunia
શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (16:46 IST)
ind vs ban Final
 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારે 14મા એશિયા કપની ફાઈનલ રમાશે. બંને ટીમો સતત બીજા સંસ્કરણમાં ફાઈનલમાં રમશે. અગાઉ 2016 (ટી20 ફોર્મેટ)માં બાંગ્લાદેશને હરાવીને ભારત ચેમ્પિયન બન્યુ હતુ. જો કે વનડેમાં મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહેલીવાર બંને સામ સામે હશે. 

Live Score જોવા ક્લિક કરો 
ભારત 6 વાર વિજેતા બન્યુ બાંગ્લાદેશ 2 વાર ઉપવિજેતા 
 
ટી 20 ફોર્મેટમાં બને દેશો વચ્ચે બે ફાઈનલ થઈ ચુકી છે અને બંનેમાં ટીમ ઈંડિયાને જીત મળી છે.  2016માં એશિયા કપમાં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યુ હતુ. ત્યારબાદ આ વર્ષે થયેલ નિદાહાસ ટ્રોફીના ફાઈનલમાં ભરતે બાંગ્લાદેશને ચાર વિકેટથી માત આપી હતી. 
 
ભારતીય ટીમ અત્યાર સુધી રમયેલ 13 એશિયા કપમાંથી 6 નો ખિતાબ જીતવામાં સફળ રહી છે. બીજી બાજુ 1984, 1988, 1990, 1995, 2010, અને 2016માં ચેમ્પિયન બની છે, બીજી બાજુ બાંગ્લાદેશ આજ સુધી ખિતાબ જીતી શકી નથી. તે 2012 અને 2016માં ઉપવિજેતા બન્યો હતો. 
 
ટીમ ઈંડિયાના ઓપનર શિખર ધવન આ એશિયા કપમાં અત્યાર સુધી ચાર મેચમાં બે સદીની મદદથી 327 રન બનાવી ચુક્યા છે. તેઓ એક એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા શ્રીલંકાના સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડી શકે છે.  જયસૂર્યાએ 2008માં થયેલ એશિયા કપમાં પાંચ મેચમાં 378 રન બનાવ્યા હતા. 
 
બાગ્લાદેશના મુસ્તફિજુર રહેમાને ટૂર્નામેંટમાં આઠ વિકેટ ઝડપી છે.  મુસ્તફિજુર સૌથી વધુ વિકેટ લેવામાં અફગાનિસ્તાનના રાશિદ ખાન (10 વિકેટ)પછી બીજા સ્થાન પર છે. જસપ્રીત બુમરાહે સાત, ભુવનેશ્વર કુમારે 6 રવિન્દ્ર જડેજા અને કુલદિપ યાદવે 7-7 વિકેટ લીધી છે. 
 
 
ભારતે અફગાનિસ્તાન વિરુદ્ધ સુપર 4 ની અંતિમ મેચમાં કપ્તાન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને આરામ આપ્યો હતો. તેમા ધવન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ પણ હતા. ફાઈનલમાં આ બધા ખેલાડી ટીમમાં રહેશે.  બીજી બાજુ બાંગ્લાદેશની ટીમમાં કોઈ ફેરફાર નહી થાય. 
 
ભારત - રોહિત શર્મા (કપ્તાન)  શિખર ધવન, અંંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 
 
બાંગ્લાદેશ - મશરફી મુર્તજા (કપ્તાન) લિટન દાસ, સૌમ્ય સરકાર, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, ઈમરુલ કાયેસ, મહમુદુલ્લાહ, મેંહદી હસન મિરાજ, રુબેલ હુસૈન અને મુસ્તાફિજુર રહેમાન 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments