Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે સબરીમાલા મંદિરમાં જઈ શકશે દરેક વયની સ્ત્રીઓ, ભક્તિમાં ભેદભાવ નથી કરી શકાતો

હવે સબરીમાલા મંદિરમાં જઈ શકશે દરેક વયની સ્ત્રીઓ, ભક્તિમાં ભેદભાવ નથી કરી શકાતો
, શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
કેરલના સબરીમાલા સ્થિત અયુપ્પા મંદિરમાં બધી વયની સ્ત્રીઓને પ્રવેશનો રસ્તો મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટંના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પીઠે 4:1 ના બહુમતન આ નિર્ણયમાં કહ્યુ કે મંદિરમાં સ્ત્રીઓનો પ્રવેશ રોકવો લૈગિક આધાર પર ભેદભાવ છે અને આ પ્રથા હિન્દુ મહિલાઓના અધિકારોનુ ઉલ્લંઘન કરે છે. 
 
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની પીઠે મામલામાં ચાર જુદા જુદા નિર્ણય લખ્યા. ન્યાયમૂર્તિ આર. એફ નરીમન અને ન્યાયમૂર્તિ ડી. વાઈ. ચંદ્રચૂડે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકરના નિર્ણય સાથે સહમતિ વ્યક્ત કરી. જ્યારે કે ન્યાયમૂર્તિ ઈદ્રુ મલ્હોત્રાનો નિર્ણય બહુમતથી વિપરિત હતો. ઉલ્લેખનીય છે કે 
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ પીટીશનમાં તેની જોગવાઇને પડકારાઈ છે. તેના અંતર્ગત મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ પર અત્યાર સુધી સુધી પ્રતિબંધ હતો.
 
ઈન્દુ મલ્હોત્રાનો ચુકાદો જુદો 
 
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું કે આ કેસની તમામ ધર્મો પર વ્યાપક અસર છે. દેશમાં ધર્મનિરપેક્ષ માહોલને બનાવી રાખવા માટે ધાર્મિક બાબતો સાથે છેડછાડ કરવી જોઇએ નહીં. જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું કે અહીં બરાબરીનો અધિકાર, ધર્મ પાલનના અધિકારની સાથે કેટલાંક ટકરાવ પણ સામે આવી રહ્યા છે, જો કે પોતાનો એક મૂળભૂત અધિકાર છે. જસ્ટિસ મલ્હોત્રાએ તર્ક આપ્યો કે ભારતમાં વિવિધ ધાર્મિક પ્રથાઓ છે. સંવિધાન તમામને પોતાના ધર્મનો પ્રચાર કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. એવામાં કોર્ટે આ પ્રકારની ધાર્મિક પ્રથાઓમાં હસ્તતક્ષેપ કરવો જોઇએ નહીં ભલે પછી તે ભેદભાવપૂર્ણ જ કેમ ના હોય.
 
બોર્ડ દાખલ કરશે પુનર્વિચાર પીટીશન
 
બીજીબાજુ ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ એ.પદ્મકુમારે કહ્યું છે કે બીજા ધાર્મિક પ્રમુખો સાથે સમર્થન મળ્યા બાદ તેઓ આ ચુકાદાની વિરૂદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધ્યપ્રદેશમાં 7 વર્ષીય બાળકીથી દુષ્કર્મ, ત્રણ છાત્રની ધરપકડ