Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોયા કેસ - નકવીનો રાહુલ પર હુમલો, બોલ્યા - પપ્પુએ પોતાના પાપ પર ધ્યાન આપવુ જોઈએ

લોયા કેસ - નકવીનો રાહુલ પર હુમલો, બોલ્યા - પપ્પુએ પોતાના પાપ પર ધ્યાન આપવુ જોઈએ
, ગુરુવાર, 19 એપ્રિલ 2018 (17:13 IST)
જજ બીએચ લોયા કેસની નિષ્પક્ષ તપાસ કરવવાની માંગ કરનારી અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે સુનાવણી થઈ.  SCએ સ્પષ્ટ કહ્યુ કે આ મામલાની કોઈ તપાસ નહી થાય. આ નિર્ણય પછી બીજેપી નેતા કોંગ્રેસ પર આક્રમક થઈ ગઈ છે અને સતત નિવેદન રજુ કરી રહ્યા છે. આ કડીમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યુ, 'કોંગ્રેસ પાર્ટીએ દેશ પાસે માફી માંગવી જોઈએ. પપ્પુએ પોતાના પાપ પર ધ્યાન આપવુ જોઈએ. 
 
મુખ્તાર અબ્બાસ નકવીએ આ નિર્ણય પર કહ્યુ, 'સત્યમેવ જયતે, સત્યની જીત થઈ છે. પીએમ મોદી અને અમિત શાહને બરબાદ અને બદનામ કરવાનુ ષડયંત્ર અને નિષ્ફળ રહ્યુ છે.  રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીને દેશને માફી માંગવી જોઈએ. આટલી સખત ટિપ્પણી ઓછી હોય છે.  કોંગ્રેસને આત્મચિંતન કરવુ જોઈએ. પપ્પુએ પોતાના પાપ પર ધ્યાન આપવુ જોઈએ. 
 
પરિણિત મહિલાઓએ આ 6 વાત
શુ છે મામલો ?
 
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ લોયા બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ મામલાની સુનાવણી કરી રહ્યા હતા. સોહરાબુદ્દીન મુઠભેડના સાક્ષી તુલસીરામનુ પણ મોત થઈ ગયુ હતુ. 
 
 
અમિત શાહે રજુ ન થવા પર બતાવી હતી નારાજગી 
 
મામલા સાથે જોડાયેલ ટ્રાયલને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ટ્રાંસફર કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી પહેલા જજ ઉત્પત કરી રહ્યા હતા. પણ આ મામલામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની સુનાવણીમાં રજુ ન થવા પર નારાજગી વ્યક્ત કરી હતી.  જ્યારબાદ તેમનુ ટ્રાંસફર થઈ ગઈ હતી. ત્યારબાદ જસ્ટિસ લોયા પાસે આ મામલાની સુનાવણી આવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બળાત્કારની ઘટનાઓના વિરોધમાં અમદાવાદમાં નીકળી રેલી, હાર્દિકની સેલ્ફીની ઊડી મજાક