સુપ્રીમ કોર્ટે 157 વર્ષ જૂના વ્યાભિચાર કાયદાને અસંવૈદ્યાનિક કરાર આપ્યો છે. આ મામલે નિર્ણય સંભળાવતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યુ કે પતિ પત્નીનો માલિક નથી હોતો. પતિ પત્નીના સંબંધને સુંદરતા હોય છે હુ તુ અને આપણે. સમાનતાના અધિકાર હેઠળ પતિ પત્નીને બરાબરનો અધિકાર છે. મહિલાને સમાજના હિસાબથી ચાલવા માટે નથી કહી શકાતુ. આ નિર્ણય પછી હવે બીજી વ્યક્તિની પત્ની સાથે લગ્ન પછી શારીરિક સંબંધ બનાવવા અપરાધની શ્રેણીમાં નહી આવે. જ્યા સુધી મહિલા આત્મહત્યા માટે મજબૂર ન થઈ જાય.
આઈપીસીની ધારા 497 ને પડકાર આપનારી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કાયદાનુ સમર્થન કર્યુ છે. સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી એએસજી પિંકી આનદે કહ્યુ હતુ કે આપણા સમાજમાં થઈ રહેલ વિકાસ અને ફેરફારને લઈને કાયદાને જોવો જોઈએ, પશ્ચિમી સમાજના નજરિયાને નહી.
શુ છે ધારા 497
આ ધારા મુજબ બીજી વ્યક્તિની પત્ની સાથે લગ્ન પછી શારીરિક સંબંધ બનાવવા પર ફક્ત પુરૂષ માટે સજાનો કાયદો છે પણ મહિલાઓને આવા અપરાધમાં સજાથી મુક્ત રાખવામાં આવી છે. જો કોઈ પરણેલો પુરૂષ કોકી પરણેલી મહિલા સાથે તેની ઈચ્છાથી શારીરિક સંબંધ બનાવે છે તો એ મહિલાનો પતિ ધારા 497 હેઠળ એ પુરૂષ વિરુદ્ધ કેસ કરી શકે છે. પણ મહિલાનો પતિ પોતાની પત્ની વિરુદ્ધ કેસ નોંધાવી શકતો નથી. એટલુ જ નહી આરોપી પુરૂષની પત્ની પણ મહિલા વિરુદ્ધ કેસ નોંધાવી શકતી નથી. આ કાયદા મુજબ આરોપી પુરૂષ વિરુદ્ધ પણ મહિલાનો પતિ જ કેસ નોંધી શકે છે. જો પુરૂષ પર મહિલા સાથે લગ્નોપરાંત સંબંધનો આરોપ સાબિત થાય છે તો પુરૂષને વધુથી વધુ પાંચ વર્ષની સજા થઈ શકે છે.