Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટી-20 મેચના રીફંડની પ્રક્રિયા માર્ચ આજથી શરૂ થશે, જાણો શું છે પ્રક્રિયા

Webdunia
બુધવાર, 17 માર્ચ 2021 (08:11 IST)
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને કારણે પ્રેક્ષકો વગર આ મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “જી.સી.એ. દ્વારા રીફંડની પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ શરૂ કરવામાં આવશે અને માર્ચ 22, 2021ના રોજ પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઇન અથવા ઓફલાઇન બૂક કરવામાં આવેલી તમામ ટિકિટનું રીફંડ આપવામાં આવશે.”
 
રીફંડની પ્રક્રિયા નીચે મુજબ રહેશેઃ
 
1. ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત (ફેસ વેલ્યુ) જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે.
 
રીફંડ પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ બપોરે 3.00 શરૂ થશે અને માર્ચ 22, 2021 ના રોજ સાંજે 4.00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
 
2. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રીફંડની પ્રક્રિયા માર્ચ 18, 2021થી માર્ચ 22, 2021 સુધી સવારે 10.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી કરવામાં આવશે. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે.
 
ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ તેની છાપેલી કિંમત (ફેસ વેલ્યુ) મુજબ જેન્યુઇન/ઓરિજનલ ટિકિટ અને રીફંડ લેનાર વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે. ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે.
 
3. કોમ્પ્લીમેન્ટરી ટિકિટ માટે રીફંડ લાગુ પડશે નહીં.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસ પર કોવિડ-19 માર્ગદર્શિકાઓ જેવી કે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝેશનનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments