Biodata Maker

ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

Webdunia
સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (15:47 IST)
Champions Trophy 2025: ક્રિકેટની દુનિયામાં હાલ આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીનુ વાતાવરણ છે. આ વખતે પહેલો મુકાબલો 19 ફેબ્રુઆરીના રોજ રમાશે.  ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ ટીમ ઈંડિયા પોતાની મેચ રમવા ઉતરશે. આમ તો આ વખતે ચેમ્પિંસ ટ્રોફીની મેજબાની પાકિસ્તાનને મળી છે. પણ ટીમ ઈંડિયા પોતાની મેચ દુબઈમાં રમશે.  હવે મુકાબલા માટે થોડાક જ દિવસ બચ્યા છે.  આ દરમિયાન પાકિસ્તાને એવી હરકત  કરી છે જે જેને નીચતાની બધી હદ પાર કરી નાખી છે. ચેમ્પિયંસ ટ્રોફીથી ઠીક પહેલા પાકિસ્તાનની આ હરકતે એક રીતે ચોંકાવી દીધા છે.  
 
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 
ચેમ્પિયંસ ટ્રોફીની પહેલી મેચ 19 ફેબ્રુઆરીના રોજ કરાંચીમા રમાશે. તેમા પાકિસ્તાન અને ન્યુઝીલેંડની ટીમો સામ સામે હશે. પાકિસ્તાનમા ત્રણ વેન્યુ પર મુકાબલા રમાશે. જેમા કરાંચી, લાહોર અને રાવલપિંડીના નામ સામેલ છે . આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જે કરાંચીનો બતાવાય  રહ્યો છે.  ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા બધા દેશોના ધ્વજ તેમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ ભારતીય ત્રિરંગો ગાયબ છે. ભારત સિવાયના તમામ સાત દેશોના ધ્વજ સ્પષ્ટપણે દેખાય છે તે પોતે જ વિચિત્ર છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમે નીચે આ સમાચારમાં પણ જોઈ શકો છો.
 
સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો 
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અહીં પણ હોબાળો મચી ગયો છે. ફેંસ જાણવા માંગે છે કે પાકિસ્તાને આવું કેમ કર્યું. આનો જવાબ એ હોઈ શકે છે કે ભારતીય ટીમ કરાચીમાં તેની મેચ નહીં રમે, તેથી આવું કરવામાં આવ્યું, પરંતુ વાત એ પણ છે કે ઘણી બીજી ટીમો છે જે કરાચીમાં મેચ નહીં રમે, પરંતુ તેમના ધ્વજને સ્થાન આપવામાં આવ્યું છે, તો પછી ભારતીય ત્રિરંગા પ્રત્યે આટલી ચીડ કેમ છે? આ મામલો હવે વધી શકે છે, આગળ શું થાય છે તે જોવું પડશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments