Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

Champions Trophy: અગાઉ કરતા 53 ગણી વધી પ્રાઈઝ મની, ફાઈનલ જીતનારને મળશે આટલા કરોડ રૂપિયા

Champions Trophy: અગાઉ કરતા 53 ગણી વધી પ્રાઈઝ મની, ફાઈનલ જીતનારને મળશે આટલા કરોડ રૂપિયા
, શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 (17:00 IST)
હાઈલાઈટ્સ 
 
- ચેમ્પિયંસ ટ્રોફી 2025 ની પ્રાઈઝ મનીનુ એલાન 
- ફાઈનલ જીતનારી ટીમ્ પર થશે પૈસાનો વરસાદ 
- ચેમ્પિયશિપ જીતનારી ટીમને મળશે 20 કરોડ  
 
નવી દિલ્હી. 19 ફેબ્રુઆરીથી રમાનારી ચેમ્પિયંસ ટ્રોફીની વિજેતા ટીમ પર આ વખતે પૈસાનો વરસાદ થવાનો છે. ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલે શુક્રવારે વર્તમાન સીજનના પ્રાઈઝ મનીની જાહેરાત કરી. આ વખતે ચેમ્પિયંસ ટ્રોફીની પ્રાઈઝ મની 2017 માં થયેલા અગાઉના એડિશનથી 53 ગણી વધુ છે. 
 
કેવી રીતે કેટલા પૈસા મળશે ? 
 
આ વખતે ICC એ કુલ 69 લાખ ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા) ની ઇનામી રકમ જાહેર કરી છે, જેમાં વિજેતાને 2.24 મિલિયન ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા) મળશે. રનર-અપને અડધી રકમ, એટલે કે $૧૧ લાખ ૨૦ હજાર (રૂ. ૯.૭૨ કરોડ) મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમોને $560,000 (રૂ. 4.86 કરોડ) મળશે. એટલું જ નહીં, ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ આઠ ટીમોને $1,25,000 મળશે.
 
ICC હેડ જય શાહનુ એલાન 
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ટુર્નામેન્ટ પહેલા ICC ના પ્રમુખ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ ઈનામી રકમ રમતમાં રોકાણ કરવા અને આપણી સ્પર્ધાઓની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટે ICC ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દાહોદમાં ભીષણ માર્ગ અકસ્માત, મહાકુંભથી પરત ફરી રહેલ પર્યટક વૈન અને ટ્રક વચ્ચેની ટક્કરથી 4 ના મોત, 6 ઘાયલ