Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

દાહોદમાં ભીષણ માર્ગ અકસ્માત, મહાકુંભથી પરત ફરી રહેલ પર્યટક વૈન અને ટ્રક વચ્ચેની ટક્કરથી 4 ના મોત, 6 ઘાયલ

road accident
, શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 (13:22 IST)
Gujarat Road Accident: ગુજરાતના દાહોદ જીલ્લામાં શનિવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. જ્યારે કે અન્ય છ ઘાયલ થઈ ગયા. દુર્ઘટના એ સમયે થઈ જ્યારે મહાકુંભથી શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલ એક પર્યટક વૈન દાહોદ જીલ્લામાં એક રાજમાર્ગ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ.  
 
 ક્યારે થઈ દુર્ઘટના ?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે માર્ગ અકસ્માત મોડી રાત્રે લગભગ 2.15 વાગ્યે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર લીમખેડા નજીક થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે 10 યાત્રાળુઓને લઈ જતી એક ટુરિસ્ટ વાન રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી.
 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે યાત્રાળુઓ મહાકુંભથી પરત ફરી રહ્યા હતા. એક મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ અંકલેશ્વરના રહેવાસી દેવરાજ નકુમ (49) અને તેની પત્ની જસુબા (47) અને ધોળકાના રહેવાસી સિદ્ધરાજ ડાભી (32) અને રમેશ ગોસ્વામી (47) તરીકે થઈ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays live news - દાહોદમાં ભીષણ માર્ગ અકસ્માત, મહાકુંભથી પરત ફરી રહેલ પર્યટક વૈન અને ટ્રક વચ્ચેની ટક્કરથી 4 ના મોત, 6 ઘાયલ