Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વિશે WHOની ચેતવણી - દુનિયામાં પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે

Webdunia
મંગળવાર, 14 જુલાઈ 2020 (09:31 IST)
યુએસના ફ્લોરિડામાંએક દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થયા પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડા ટેડ્રોસ એડેનહામ ગેબ્રીઝે ચેતવણી આપી હતી કે કોવિડ -19 રોગચાળાની સ્થિતિ વધુ જોખમી બની રહી છે.  તેમણે કહ્યું કે હજુ થોડા સમય સુધી જનજીવન પહેલા જેટલું સામાન્ય નહીં થઈ શકે. 
 
ગેબ્રયેસસે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે "નજીકના ભવિષ્યમાં પહેલાની જેમ બધુ સામાન્ય બનવું મુશ્કેલ છે". WHO ના ડાયરેક્ટર જનરલએ કહ્યું કે જ્યારે ઘણા દેશોએ આ રોગચાળાને કાબૂમાં લઇ લીધો છે અને ઘણા દેશો તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ  યુરોપ અને એશિયાના ઘણા બધા દેશો તેને લઈને ખોટી દિશામાં જઈ રહ્યા છે. આ બંને મહાદેશોમાં સ્થિતિ દિવસો દિવસ ભયાનક થતી જઈ રહી છે. તેમણે વિશ્વના કેટલાક નેતાઓના નામ લીધા વગર કહ્યુ કે કેટલાક લોકો તેને ગંભીરતાથી નથી લઈ રહ્યા. પરંતુ તેમને નથી ખબર કે મહામારી કેટલી ખતરનાક સ્થિતિમાં પહોંચતી જઈ રહી છે. 
 
 
યુ.એસમા ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે અમને લાગે છે કે આપણે આના પર કાબુ મેળવી લઈશુ. પરંતુ આ માટે આપણે ખૂબ સાવધાની રાખવી પડશે અને સોશિયલ ડિસ્ટેનિસિંગનુ પાલન કરવુ પડશે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ડબ્લ્યુએચઓ ના બે નિષ્ણાતો રોગચાળાના મૂળની જાણકારી મેળવવા માટે ચીન ગયા છે. મધ્ય ચીનના વુહાન શહેરમાં આ વાઈરસ પ્રથમ વખત જોવા મળ્યો હતો. બીજિંગ   તપાસની મંજૂરી આપવા તૈયાર નહોતું, પરંતુ ડબ્લ્યુએચઓ દ્વારા બોલાવાયેલા દેશોએ વિરોધ કર્યા પછી તે સંમત થઈ ગયું. હવે તપાસ પછી જ સત્ય જાણી શકાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments