rashifal-2026

Unlock 1: જાણો લોકડાઉન 5.0 માં જૂનથી દેશમાં શુ બદલાય જશે

Webdunia
શનિવાર, 30 મે 2020 (22:32 IST)
કોરોના વાયરસના પગલે દેશમાં 30 જૂન સુધી લોકડાઉનને વધારવાની જાહેરાત કરી છે. તેને અનલોક -1 નું નામ આપવામાં આવ્યું છે. એટલે કે, આ વખતે ઘણી વસ્તુઓમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આ અંગે ગાઈડલાઈંસ રજુ કરી છે. તેમાં ધાર્મિક સંસ્થાઓ અને શોપિંગ મોલને શરૂ કરવાની જાહેરાત કરી છે.
 
શુ ખુલશે ? 
 
- આઠ જૂનથી શોપિંગ મૉલ ખોલવાની મંજુરી મળશે 
 
- 8 મી જૂનથી જે પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે તેમાં લોકો માટે ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરં અને અન્ય હોટલ સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.
 
- કન્ટેનમેન્ટ ઝોનની બહારની પ્રતિબંધિત ગતિવિધિઓને તબક્કાવાર ખોલવામાં આવશે.
 
- નાઇટ કર્ફ્યુ દેશભરમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.
 
- ફેઝ -3 ની પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો, સિનેમા, જીમ, સ્વિમિંગ પૂલ, બાર, એસેમ્બલી હોલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
 
-  જુલાઈમાં ફેઝ-2 માં શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.
 
- આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, જોકે રાજ્ય ઇચ્છે તો આ પરિવહનને નિયંત્રિત કરી શકે છે, પરંતુ આ માટે લોકોને અગાઉથી બતાવવુ પડશે.
 
- સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જિમ, રાજનીતિક સભાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.
 
- જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ ચાલુ રહેશે.
 
- જાહેર સ્થળોએ પાન, ગુટખા અને દારૂના સેવન પર પ્રતિબંધ ચાલુ રહેશે.
 
- માર્ગદર્શિકા કહે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરો, વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહિત કરવાનુ કહેવામાં આવ્યુ છે. 
 
- કાર્યસ્થળો પર સ્ક્રીનીંગ અને સફાઇની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને સેનિટાઈઝેશન કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે.
 
-  કન્ટેન્ટ ઝોનની બહારનો બફર ઝોન, જ્યાં ચેપના કેસોની સંભાવના વધારે છે, તેની ઓળખ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ કરશે 
 
- બફર ઝોનમાં જરૂરીયાતના આધારે જિલ્લા વહીવટી  રોક લગાવી શકે છે.
 
- પરિસ્થિતિઓના અનુરૂપ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રતિબંધિત વિસ્તારોની બહારની કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી શકે છે અથવા પ્રતિબંધો લાગુ કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

આગળનો લેખ
Show comments