Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનલૉક-૧ - લોકડાઉનમાંથી મળ્યો છુટકારો , જાણો 1 જૂનથી ગુજરાતમાં શુ રહેશે ચાલુ અને શુ રહેશે બંધ ?

Webdunia
રવિવાર, 31 મે 2020 (08:20 IST)
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૩૧મી મે ના રોજ પૂરા થઈ રહેલાં લૉકડાઉન-૪ બાદની સ્થિતિ અંગે ભારત સરકારે આજે લોકડાઉનના બદલે  અનલોક-૧ દ્વારા લોક ખોલવાની દિશામાં એક પછી એક કદમ આગળ વધવાનો નિર્ણય કર્યો છે તેને  આવકારતા ગુજરાતમાં પણ અનલોક-૧ સંદર્ભે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. 
 
- તેમણે જણાવ્યું કે, લૉકડાઉન-૪ પછી રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે. 
 
- ભારત સરકારે જાહેર કરેલી અનલૉક-૧ની ગાઈડલાઈન્સ બાદ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મોડી સાંજે કોર ગ્રૃપની મળેલી બેઠકમાં ગુજરાતમાં પણ અનલૉક-૧ સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈને તેનો અમલ તા. ૧લી જૂનને સોમવારથી કરવા માટેની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં કરી હતી. 
 
અનલૉક-૧ની ગાઈડલાઈન્સ, મુખ્યમંત્રીશ્રીએ કરેલી જાહેરાત મુજબ  જાણો 1 જૂનથી ગુજરાતમાં શુ રહેશે ચાલુ અને શુ રહેશે બંધ ? 
 
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
- કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.
-  રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે
-  સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ
- સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ
- મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત 
- મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે
- સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ 
- સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે
- ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે 
- હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં કરાય 
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
-  આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે
- શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે 
- માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ. 
- મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી.
- કામ કાજના સ્થળે બધુ સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, 
- આપણા પરિવારના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ. 
 
- મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોને એવી અપીલ કરી કે, લૉકડાઉનના ચાર તબક્કામાં જે સહકાર-સહયોગ આપીને નિયમોનું પાલન કર્યું છે તે રીતે હવે અનલૉક-૧માં પણ સહયોગ આપે.
-  કામકાજ અટકે નહીં, આર્થિક રૂકાવટ આવે નહીં સાથોસાથ જનજીવન અને રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી પૂર્વવત થાય તેની પણ સૌ તકેદારી રાખે. 
-  એકેએક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય, હારશે કોરોના...જીતશે ગુજરાત, આપણે જીતીશુ તો ભારત જીતશે જયહિંદ 
 -સી.એમ-પીઆરઓ/ભરત ગાંગાણી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments