Dharma Sangrah

IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને પગાર ન મળતા હોબાળો

Webdunia
મંગળવાર, 12 મે 2020 (12:47 IST)
વડોદરા શહેરના છેવાડે કોયલી ગામ પાસે આવેલી IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા કંપનીના ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર ચુકવવાની માંગ કરી હતી. કોરોના વાઈરસને લઇને લોકડાઉનમાં કોઈનો પગાર ન રોકવાના સરકારનો આદેશ હોવા છતાં IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ માસનો પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને પગલે કર્મચારીઓનો રોષ જોવા મળી રહ્યો છે. બે મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. જેથી આજે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ IOCL ગેટ ઉપર એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી હતી. લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ અને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. અમને પગાર મળે તો અમારી મુશ્કેલી દૂર થઇ શકે તેમ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments