rashifal-2026

અમદાવાદનો કોટ વિસ્તાર આજથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉન છતાં લોકો બહાર નિકળ્યાં

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2020 (12:08 IST)
અમદાવાદમાં કોરોના વાયરસનો ચેપ ભારે પરિસ્થિતિ સર્જી રહ્યો છે. જેનાથી 69 દર્દીઓ મોતને ભેટી ચૂક્યાં છે. ત્યારે હોટસ્પોટ બનેલા અમદાવાદના કોટ વિસ્તારમાં આજથી કર્ફ્યૂ ઉઠાવી લેવામાં આવ્યો છે અને લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ વિસ્તારમાંથી સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટીવ કેસ નોંધાયાં છે.  લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા. માત્ર દિલ્હી દરવાજા જ નહીં કોટ અન્ય વિસ્તારોમાં પણ લોકો સવારથી જ બહાર નીકળી પડ્યા હતા. દૂધ, કરીયાણું લેવા માટે નીકળ્યા હોવાના બહાના કર્યા હતા. મોટાભાગના લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

વધુ જુઓ..

નવીનતમ

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

આગળનો લેખ
Show comments