જો તમારા ઘરના પૂજાઘરમાં નથી આ 5 વસ્તુઓ તો પૂજાનુ ફળ નહી મળે
, શુક્રવાર, 24 એપ્રિલ 2020 (06:08 IST)
હાલ આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. જેને કારણે મંદિર વગેરેના કપાટ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જેને કારણે દરેક ઘરે બેસીને જ પ્રભુને પ્રસન્ન કરવામાં લાગ્યા છે. છતા ઘણાને લાગે છે કે ઘરમાં પૂજા કરવી અને મંદિરમાં પૂજા કરવામાં અંતર છે. કારણ કે મંદિરમાં જે વસ્તુઓ હોય છે તે ઘરમાં હોતી નથી. તમારુ આવુ વિચારવુ ખોટુ નથી. .. તો આ માટે શુ કરવુ જોઈએ. આવામાં વાસ્તુ શાસ્ત્ર મદદરૂપ છે. વાસ્તુમાં પૂજા સાથે જોડાયેલ એવી વાતો બતાવવમાં આવી છે જે તમારી માટે ઉપયોગી સાબિત થશે. તેનાથી પૂજા પણ સફળ થશે અને ઈશ્વર પણ તમારી પર પ્રસન્ન થઈને તમને બમણુ ફળ આપશે.
તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ પૂજા ઘરમાં કંઈ કંઈ વસ્તુઓ હોવી જોઈએ.
લોટામાં પાણી - દરેકે એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે ઘરના પૂજા ઘરમાં તાંબાના લોટામાં જળ અને તુલસી મિક્સ કરી રાખો. અને સવાર સાંજ પૂજા પછી આ જળને પરિવારના બધા સભ્યોમાં વિતરિત કરો. અને પોતે પણ તેનુ સેવન કરો. રોજ તાજુ પાણી ભરીને મુકો.
ચંદન - ઘરના મંદિરામાં ચંદન હોવુ ખૂબ જરૂરી છે. શાસ્ત્રો મુજબ ચંદન શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે. અને તેની મનમોહક ખુશ્બુ ઘરમાં સકારાત્મકતા પેદા કરે છે.
અક્ષત - અક્ષત એટલે ચોખાના દાણા. ઘરના મંદિરમાં ચોખા પણ હોવા જોઈએ. ધ્યાન રઆખો તેમાથી એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. માન્યતા છે કે તેને સંપન્નતાનુ પ્રતિક માનવામાં આવે છે.
તાજા ફુલ - હિન્દુ શાસ્ત્રો મુજબ દેવી-દેવતાઓને પુષ્પ વધુ પ્રિય હોય છે. તેથી રોજ તેમની સમક્ષ ફુલ અર્પિત કરવા જોઈએ. આ સાથે જ પૂજા ઘરમાં કંકુ હોવુ પણ જરૂરી છે. કંકુને ચોખા એટલે કે ચોખાની સાથે માથા પર લગાવવામાં આવે છે.
ઘંટી - ઘરના મંદિરમાં ઘંટી જરૂર હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ જ્યા રોજ ઘંટીનો પ્રયોગ કરવામાં આવે છે ત્યાનુ વાતાવરણ સારુ રહે છે. કારણ કે તેના ધ્વનિથી નકારાત્મકતા દૂર થાય છે.
આગળનો લેખ