Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPF એકાઉંટ ધરાવતા લોકો માટે ખુશખબર, મળશે આ 2 વિશેષ સુવિદ્યા

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2025 (18:50 IST)
EPFO news in Gujarati : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના ખાતાધારકોને નોકરી બદલ્યા પછી EPF ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે તેમના એમ્પ્લોયર પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં. તેઓ કંપનીના કોઈપણ હસ્તક્ષેપ વિના તેમના EPF ખાતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા જાતે પૂર્ણ કરી શકશે. EPFO ના 7.6 કરોડથી વધુ લોકોને આનો લાભ મળશે.
 
નોકરી બદલ્યા પછી ખાતાધારકોને હવે EPF ખાતું ટ્રાન્સફર કરવા માટે તેમના એમ્પ્લોયર પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં. તેઓ કંપનીના કોઈપણ હસ્તક્ષેપ વિના તેમના EPF ખાતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા જાતે પૂર્ણ કરી શકશે. EPFO ના 7.6 કરોડથી વધુ લોકોને આનો લાભ મળશે.
 
EPFO માં પર્સનલ માહિતીમા ભૂલો સુધારવાની સૌથી મોટી સમસ્યાને ઉકેલવા માટે પણ, હવે વર્તમાન કે ભૂતપૂર્વ એમ્પ્લોયર પર ડિપેંડ રહેવાની જરૂર નથી. તેઓ વેબસાઇટ પર જઈને પોતાની પર્સનલ માહિતી જેમ કે નામ, સરનામું, મોબાઇલ નંબર વગેરે બદલી શકશે.
 
ખાતાધારકોને બેંકિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવાના શ્રમ મંત્રાલય એજન્ડા સાથે આગળ વધી રહ્યું છે, તેણે EPF પેન્શન સંબંધિત સુધારાઓને ટૂંક સમયમાં ઝડપી બનાવવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો છે. EPF પેન્શન સુધારા હેઠળ, ન્યૂનત્તમ પેન્શન રકમ વધારવાથી લઈને પેન્શન ફંડમાં મહત્તમ કર્મચારી યોગદાનની વર્તમાન મર્યાદાને લચીલુ  બનાવવા સુધીના પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.
 
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીના હસ્તક્ષેપ વિના EPF ખાતાને ટ્રાન્સફર કરવાની સુવિધા EPFO ​​પોર્ટલ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. હાલમાં, નોકરી બદલવાના કિસ્સામાં પીએફ ખાતાના ઓનલાઈન ટ્રાન્સફર માટેની અરજી EPFO ​​ને સબમિટ કરતા પહેલા નોકરીદાતા દ્વારા પ્રમાણિત કરવાની જરૂર છે.
 
આ પ્રક્રિયામાં ઈમ્પોલય તરફથી સરેરાશ 12 થી 13 દિવસ લાગે છે. પરંતુ આ સુધારાઓ પછી, ખાતાને ટ્રાન્સફર કરવામાં ઘણો ઓછો સમય લાગશે કારણ કે નોકરીદાતા પાસેથી મંજૂરીની જરૂર નથી. આ સુવિધા પણ આપવામાં આવી છે કે જો કોઈ સભ્યએ પહેલાથી જ એકાઉન્ટ ટ્રાન્સફર માટે અરજી કરી હોય અને તે નોકરીદાતા પાસે પેન્ડિંગ હોય, તો ખાતાધારક તેને પોર્ટલ પરથી ડિલીટ કરી શકે છે અને પોતે નવી ટ્રાન્સફર અરજી ભરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments