Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

India Budget 2025 Expectations : બજેટ પછી કંઝમ્પ્શન સેક્ટરની વધશે ચમક, આ શેયરના વધી શકે છે ભાવ

budget
, ગુરુવાર, 23 જાન્યુઆરી 2025 (18:13 IST)
budget
છેલ્લા એક વર્ષમાં કંજ્મ્પ્શન કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો આવ્યો છે. જેનુ મોટુ કારણ આ કંપનીઓની નબળી અનિશ્ચિત ગ્રોથ છે. આ ઘટીને સિંગલ ડિઝિટમાં આવી ગઈ છે. કોવિડ પછી સરકારે પોતાના ખર્ચ વધારવાની સથે જ ફિસ્કલ ડેફિડેસિટને કંટ્રોલમાં મુકવાની પોલીસી અપનાવી હતી. સરકારે કંજમ્પશ વધારવા માટે આ ઉપાય કર્યા હતા. તેનાથી ઈકોનોમિક ગ્રોથ વધી હતી. કોવિડ પછી ઈંડિયા સૌથી જલ્દી રિકવરીવાળા દેશોમાં સામેલ હતુ. 
 
શહેરી વિસ્તારમાં ડિમાંડ છે સુસ્ત 
ગયા વર્ષેની બીજી છ માસિકમાં શહેરી વિસ્તારોમાં ડિમાંડમાં સુસ્તી જોવા મળી છે. મેટ્રો શહેરોમાં લોકો ખર્ચ કરવામાં સાવધાની રાખી રહ્યા છે.  શહેરી વિસ્તારોમાં ડિમાંડ કમજોર પડવાના કેટલાક ખાસ કારણો છે.  સરકારનો મૂડીગત ખર્ચ ઘટ્યો છે.  બેંકો અને એનબીએફસીએ અનસિક્યોર્ડ લોન પર પોતાનો ફોકસ ઘટાડ્યો છે.  તેનાથી લિક્વિડિટી ઓછી થઈ છે.  એક્સપર્ટ્સનુ કહેવુ છે કે જ્યા સુધી શહેરી વિસ્તારમાં ડિમાંડ ફરીથી વધે નહી ત્યા સુધી કંજમ્પશન સ્ટૉક્સમાં તેજી નહી આવે. 
 
સરકાર કંઝમ્પશન વધારવા માટે કરી શકે છે ઉપાય 
માર્કેટ એક્સપર્ટ્સનુ કહેવુ છે કે સરકાર કંજમ્પ્શનને વધારવા માટે યૂનિયન બજેટમાં કડક પગલા ઉઠાવવાની જરૂર છે.  અનેક બ્રોકરેજ ફર્મોએ સરકારને ઈનકમ ટેક્સ રેટ્સ ઘટાડવાની સલાહ આપી છે.  તેમનુ કહેવુ છે કે તેનાથી લોકોને હાથમાં ખર્ચ માટે પૈસા બચશે.  જો સરકાર ઈનકમ ટેક્સ ઘટાડે છે અને સ્ટેડર્ડ ડિડ્ક્શન વધારવાનુ એલાન યૂનિયન બજેટમાં કરે છે તો કંજ્યુમર ગુડ્સ કંપનીઓ માટે સારુ રહેશે. 
 
કંજમ્પ્શનને કારણે ઈનકમ વધારવા પર હોવો જોઈએ ફોક્સ
 મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસેજ એ પોતાની રિપોર્ટમાં કહ્યુ કે બજેટમાં સરકારના કંજમ્પ્શનને વધારવાના ઉપાય કરવાની ખૂબ આશા છે. પણ સરકારે કંજમ્પ્શન વધારવાના ઉપાયો પર ફોકસ કરવાને બદલે પરિવારોની ઈનકમ  વધારવા પર ધ્યાન આપવુ જોઈએ. જો કે આ નક્કી છે કે કંજમ્પ્શન વધારવાના સરકારના ઉપાયથી એફએમસીજી, ડ્યુરેબલ્સ અને કંજ્યુમર યૂ સ્ટોક્સમા તેજી આવી શકે છે.  
 
આ સ્ટૉક્સની વધી શકે છે ચમક 
HUL, Britannia, Godrej Consumer, Dabur અને ITC જેવી કંપનીઓના શેયરમાં રોકાણ કરવાથી બજેટ પછી સારો નફો થઈ શકે છે.  ગયા એક વર્ષમાં આ કંપનીઓના શેયરએ રોકાણકારોને નિરાશ કર્યા છે.  HUL એફએમસીજી સેક્ટરની સૌથી મોટી કંપની છે. આ સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 2 ટકાથી વધુ નેગેટિવ રિટર્ન આપ્યુ છે.  23 જાન્યુઆરીએ તેની પ્રાઈસ 0.94 ટકાના ઘટાડા સાથે 2320 રૂપિયા હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિન્દુ નામથી લાઈસેંસ ચલાવી રહ્યા હતા મુસ્લિમ, ગુજરાતમાં GSRTC એ 27 હોટલોના રદ્દ કર્યા લાઈસેંસ, બસો નહી રોકાય