Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિન્દુ નામથી લાઈસેંસ ચલાવી રહ્યા હતા મુસ્લિમ, ગુજરાતમાં GSRTC એ 27 હોટલોના રદ્દ કર્યા લાઈસેંસ, બસો નહી રોકાય

gsrtc suspended hotel license
અમદાવાદ. , ગુરુવાર, 23 જાન્યુઆરી 2025 (17:04 IST)
gsrtc suspended hotel license

 
 હિન્દુ નામથી લાઈસેંસ લઈને હોટલ મુસ્લિમો દ્વારા ચલાવવાના ખુલાસા પર ગુજરાત સરકારે મોટી એક્શન લીધી છે. ગુજરાત સરકારના પરિવહન વિભાગે આવી 27 હોટલોના લાઈસેંસ રદ્દ કરી દીધા છે.  હવે આ હોટલો પર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની બસો નહી રોકાય. પહેલા આ હોટલો પર જીએસઆરટીસીની બસો રોકાતી  હતી કારણ કે આ હોટલોના સંચાલકોએ હિન્દુ નામનો હવાલો આપીને લાઈસેંસ આપ્યા હતા. ગુજરાત સરકારની હોટલોની યાદી પણ રજુ કરી દીધી છે.  ગુજરાતમાં માર્ગ પરિવહન વિભાગની જવાબદારી હર્ષ સંઘવી સાચવી રહ્યા છે.  હર્ષ સંઘવી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે જ રમતગમતના પણ મંત્રી છે.  
 
27 હોટલોની સર્જિકલ સ્ટ્રાઈક 
તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક વર્ષમાં જીએસઆરટીસી (Gujarat State Road Transport Corporation) ને હિન્દુ નામ બતાવીને જીએસઆરટીસી સાથે હોટલોએ ખુદને અટેચ કરીને લાઈસેંસ પ્રાપ્ત કર્યુ હતુ.  પણ હકીકતમાં એ હોટલોનુ સંચાલન મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યુ હતુ  જીએસઆરટીસી તરફથી આવી હોટલોની યાદી પણ રજુ કરવામાં આવી છે.  હર્ષ સંઘવી પહેલા પણ એક ગૃહ મંત્રી તરીકે લવ જેહાદ વિરુદ્ધ કડક સંદેશ આપી ચુક્યા છે.  તેઓ ઓળખ છુપાવીને દગો આપનારાઓ પર સખત પગલા લેતા આવ્યા છે. હવે તેમની અંડરમાં આવનારા વિભાગે 27 હોટલો પર પગલા લીધા છે. પરિવહન વિભાગના નિયમ મુજબ રાજ્યમાં જીએસઆરટીસીની બસો એ જ હોટલ પર રોકાય છે જેમને નિગમ તરફથી લાઈસેંસ મળ્યુ છે. 
 
યૂપીમાં થઈ હતી એક્શન 
ગયા વર્ષે કાવડ યાત્રા દરમિયાન ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકારે કડક નિર્ણય લીધો હતો. તેમા કાંવડ રૂટ પર પડનારી હોટલોને સંચાલકનુ નામ લખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ખૂબ વિવાદ થયો હતો. કાંવડ યાત્રા નેમ પ્લેટ વિવાદમાં યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. રાજ્ય સરકારે પોતાના નિર્ણયનો બચાવ કરતા નેમ પ્લેટ વિવાદમાં નોંધાયેલ અરજીઓનો વિરોધ કર્યો હતો. ત્યારે સરકારે કહ્યુ કે કાંવડાઓની ધાર્મિક ભાવનાનુ ધ્યાન રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે દરેક કોઈ ગર્વથી હિન્દુ છુ બોલે છે... અમદાવાદના આધ્યાત્મિક મેળામાં અમિત શાહની ગર્જના, બતાવ્યુ કેટલીવાર ગયા મહાકુંભ ?