rashifal-2026

Janhvi Kapoor: જાહ્નવી કપૂરે વરુણ, સાન્યા અને રોહિત સાથે અમદાવાદમાં ઉજવી નવરાત્રી, જુઓ તસ્વીર

Webdunia
ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2025 (13:24 IST)
janvi kapoor
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે નવરાત્રીનો ઉત્સવ પારંપારિક અંદાજમાં શરૂ કર્યો અને તેણે આ અંગેની તસ્વીર શેયર કરી.   નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ના સ્ટાર કાસ્ટ જાહ્નવી કપૂર, વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના અમદાવાદના મહેમાન બન્યા હતાં. અહીં વરુણ ધવને ગુજરાત એટલે ગરબા...ગુજરાત એટલે ધમાલ...કહેતા જ અમદાવાદીઓએ બુમાબુમ કરી માહોલ બનાવી દીધો હતો. બાદમાં ગુજરાતી ગીત પર જાહ્નવી કપૂર, વરુણ ધવન સહિતના બોલિવૂડ સ્ટાર ગરબે રમ્યા હતાં. તો સુરતમાં કિર્તીદાન ગઢવીના ગીત ડાકોરના ઠાકોર... પર અભિનેત્રી કરિશ્મા તન્નાએ લોકો વચ્ચે ગરબે રમી ધમાલ મચાવી હતી.   
 
જાહ્નવી કપૂરની પોસ્ટ 
જાહ્નવી કપૂરે આજે ઈસ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારી ના પોતાના કો-સ્ટાર્સ સાથે તસ્વીર શેયર કરી. આ તસ્વીરોમાં વરુણ, રોહિત, સાન્યા અને ખુદ જાહ્નવી પારંપારિક સ્ટાઈલિશ કપડામાં જોવા મળી રહ્યા છે. જાહ્નવીએ ઈસ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા લખ્યુ, હેપી નવરાત્રી સંસ્કારી સ્ટાઈલ. પહેલી તસ્વીરમાં બધા સાથે પોઝ આપતી દેખાઈ. અન્ય તસ્વીરોમાં જાહ્નવી વરુણ અને સાન્યા સાથે જોવા મળી.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 
'સની સંસ્કાર કી તુલસી કુમારી' વિશે
'સની સંસ્કાર કી તુલસી કુમારી' ફિલ્મનું રોમેન્ટિક ગીત 'તુ હૈ મેરી' તાજેતરમાં રિલીઝ થયું હતું. તે સચેત-પરંપરા દ્વારા ગાયું અને કંપોઝ કરવામાં આવ્યું છે, અને તેના ગીત કૌસર મુનીરે લખ્યા છે. શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત, આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 2 ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, અક્ષય ઓબેરોય અને મનીષ પોલ મુખ્ય ભૂમિકામાં છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

આગળનો લેખ
Show comments