Webdunia - Bharat's app for daily news and videos

Install App

B'day Spcl: ડ્ર્ગ્સથી હથિયારો સુધી, જાણો કેવી રીતે સંજય દત્ત પિતા સુનીલ દત્તની મુસીબત બન્યા ?

Webdunia
રવિવાર, 29 જુલાઈ 2018 (14:13 IST)
બોલીવુડ અભિનેતા સંજત દત્ત 56 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 29 જુલાઈ 1959ના રોજ મુંબઈમાં થયો હતો. આમ તો ક્યારેક ક્યારેક પડદાં પર ભજવેલા અનેક ચરિત્ર ફિલ્મ સ્ટાર્સના જીવનના ખૂબ નિકટ અનુભવે છે. આવુ જ કંઈક સુનીલ દત્ત અને નરગિસના પુત્ર સંજય દત્તની સાથે બન્યુ. સંજયે ન જાણે કેટલીવાર ખલનાયકની ભૂમિકા ભજવી અને દર્શકોએ તેમના અભિનય પર ખૂબ પ્રેમ વરસાવ્યો જ્યારે જ્યાર સંજય દત્ત પડદાં પર ખલનાયકની ભૂમિકામાં આવ્યા ફિલ્મમાં તેમના પાત્ર અને અભિનય બંનેને પ્રશંસા મળી. પછી ભલે તે વાસ્તવના રધુ હોય કે પછી અગ્નિપથના કાંચા. સંજયે પડદા પર ખૌફનો એક જુદો જ ચહેરો દર્શકો સામે રજુ કર્યો. પણ અસલ જીંદગીમાં તેમનુ જીવન અનેક પ્રકારની ઉથલ પાથલવાળુ રહ્યુ. 
 
 
સંજયની ખોટી આદતોને કારણે તેમના પિતા સુનીલ દત્તને અનેક વખતે નીચુ જોવુ પડ્યુ. એટલુ જ નહી તેમણે પુત્રને કારણે કોર્ટ કચેરીના ચક્કર પણ લગાવવા પડ્યા.  ક્યારેક સંજયની ડ્રગ્સની ટેવને કારણે તો ક્યારેક મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં નામ આવતા સુનીલ દત્તની સંજય દત્તને કારણે અનેકવાર ફજેતી થઈ. આજે પણ સંજય પોતાના આ અપરાધની સજા જેલમાં ભોગવી રહ્યા છે. આ રિપોર્ટ મુજબ આપણે સંજય દત્ત સાથે  જોડાયેલ આવા જ કેટલાક વિવાદો સાથે તમને રુબરુ કરાવી રહ્યા છે. જેના કારણે દત્ત પરિવારને અનેકવાર મુશ્કેલીઓ ઉઠાવવી પડી.. 
 
નરગિસની મોતથી તૂટી ગયો સંજય 
સંજય દત્ત બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કરવાની તૈયારીઓ કરી રહી હતી કે તેમની માં નરગિસ બીમાર પડી ગઈ. સંજયે 1981માં 
પોતાની પ્રથમ ફિલ્મ 'રોકી' ના શૂટિંગ પુર્ણ કરી લીધી અને તેમણે પોતાની ફિલ્મ રોકીના રજુ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ 
દરમિયાન નરગિસની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમની સારવાર માટે અમેરિકા જવુ પડ્યુ. સંજય દત્ત ડબલ સમસ્યાઓમાં 
ધેરાયેલા હતા અને તેમની આ પરેશાનીઓનો તેમનો પુર્ણ પરિવાર સામનો કરી રહ્યા હતા. જે દિવસે સંજયની ફિલ્મ રજુ થવાની હતી તેના ત્રણ દિવસ પહેલા નરગિસ આ દુનિયાને અલવિદ કરી ગઈ. સંજયની ફિલ્મ તો હિટ થઈ પણ સંજય અંદરથી ભાંગી પડ્યા. કહેવાય છે કે પછી ખોટી સંગત અને સફળતાના નશામાં તેમને ડ્રગ્સની ટેવ પડી ગઈ. સુનીલ દત્ત પહેલાથી જ નરગિસના મોતથી દુખી હતા તેથી તેઓ સંજય પર શરૂઆતમાં ધ્યાન ન આપી શક્યા.
 
માં નરગિસને હતો સંજયની ખોટી સોબતમાં પડવાનો શક 
 
વીતેલા જમાનાની શ્રેષ્ઠ અભિનેત્રી અને સુપર સ્ટાર સુનીલ દત્તની પત્ની નરગિસ દત્તને પોતાના પુત્ર સંજયની ખોટી સંગતનો શક થઈ ચુક્યો હતો. કદાચ તેથી તેમણે જીંદગીના અંતિમ ક્ષણોમાં પોતાની મોટી પુત્રી નમ્રતાને કહ્યુ હતુ કે સંજયને કેટલાક મિત્રોની સોબતથી દૂર રાખે. સારવાર માટે અમેરિકા જતા પહેલા નરગિસે નમ્રતા કહ્યુ હતુ પ્લીઝ સંજયનુ ધ્યાન રાખવુ. જોવાનુ એ છે કે તેઓ ફરીથી એ મૂર્ખ યુવકોના ચક્કરમાં ન પડે.  નરગિસનો શક સાચો સાબિત થયો જ્યારે સંજય તેમના મોત પછી નશાની પકડમાં જકડાતો ગયો. 
 
સુનીલ દત્તે સંજયની નશાની ટેવ છોડાવવા માટે ખૂબ કોશિશ કરી 
 
જ્યારે સુનીલ દત્તને સંજયના ડ્રગ્સની ટેવ વિશે જાણ થઈ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સંજયની ડ્રગ્સની લતને કારણે તેમને અનેક અવસરો પર શરમ અનુભવવી પડી. અનેક ડાયરેક્ટરોએ સંજય સાથે કામ કરવાથી પોતાના હાથ પાછળ ખેંચી લીધા અને ત્યારે સંજયનું થોડા સમય પહેલા શરૂ થયેલ કેરિયરનું સંકટમાં પડવા લાગ્યુ.  ત્યારબાદ પિતા સુનીલ દત્તે સંજયની આ નશાની લતને છોડાવવા માટે જમીન-આકાશ એક કરી દીધુ. સુનીલ દત્ત તેમની સારવાર માટે અમેરિકામાં એક નશા મુક્તિ કેન્દ્ર લઈ ગયા. જ્યા લાંબી સારવાર પછી સંજય દત્તને ડ્રગ્સને અલવિદા કહ્યુ અને તેણે બોલીવુડમાં કમબેક કર્યુ. 
 
ઋચા શર્માનુ મોત અને દારૂની નિકટતા 
 
ફિલ્મી દુનિયામાં આવ્યા પછી સંજયે પોતાની વયથી મોટી અભિનેત્રી ઋચા શર્મા સાથે પ્રેમ થઈ ગયો બંનેયે વર્ષ 1987માં લગ્ન કરી લીધુ. સંજયની વ્યક્તિગત જીવનમાં એક વાર ફરી ભૂચાલ આવી ગયો જ્યારે તેમની પુત્રી ત્રિશાલા દત્તના જન્મના થોડા દિવસ પછી જ તેમની પત્ની ઋચાને બ્રેન કેંસર થઈ ગયુ અને નવ વર્ષ પછી જ ઋચાની ડેથ થઈ ગઈ.  સંજયે ફરી એકલા થઈ ગયા. ઋચાની મોત પછી સંજયે દારૂ સાથે મૈત્રી કરી લીધી. જેનાથી તેમનુ ફિલ્મી કેરિયર ફરીથી મુશ્કેલીમાં પડી ગયુ. સંજય દત્ત અનેકવાર મીડિયા સાથે પણ દારૂના નશામાં ગેરવર્તણૂંક કરી ચુક્યા છે. 
1993 મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ અને સંજય દત્ત 
 
પડદાના આ ખલનાયકના જીવનમાં સાચુ સંકટ તો  યોગ્ય રીતે 1993મા6 આવ્યા. મુંબઈ બોમ્બ ધમાકા દરમિયાન સંજય દત્ત ગેરકાયદેસર હથિયાર મુકવાને કારણે પોલીસ ધરપકડમાં ફસાય ગયો. સંજય એ સમયે મોરિશસમાં ફિલ્મ આતિશનું શૂટિંગ કરી રહ્યા હતા. પણ પોલીસે તેમની  પૂછપરછ કરવાને બહાને શૂટિંગ રોકાવીને મુંબઈ બોલાવી લીધા. સંજયે મુંબઈ એયરપોર્ટની બહાર જ ધરપકડ કરી લેવામાં આવી.  પૂછપરછ દરમિયાન સંજય દત્તે કથિત રૂપે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે અબૂ સલેમ જાન્યુઆરી 1992માં મૈગ્નમ વીડિયો કંપનીન માલિક સમીર હિંગોરા અને હનીફ લકડવાળાની સાથે તેમને ઘરે આવ્યો હતો. જો કે સંજયે ચોખવટ કરી કે હથિયાર તેમણે પોતાની સુરક્ષા માટે રાખ્યા હતા. પણ બોમ્બ ધમાકાનુ ષડયંત્ર કરનારાઓના નિકટના લોકો સાથે સંપર્ક રાખવાનુ નુકશાન સંજયે ભોગવવુ પડ્યુ. ટાડા કાયદા હેઠળ સંજય પર કેસ ચલાવવામાં આવ્યો અને તેમણે છ વર્ષની સજા થઈ. 
 
સુનીલ દત્તને સંજય માટે બાળ ઠાકરે પાસે મદદ માંગવી પડી 
સંજય દત્ત પર ટાડા કાયદા હેઠળ કાર્યવાહી થવાથી એક સમયમાં પુર્ણ દત્ત પરિવાર સંકટમાં ધેરાય ગયા હતા. સુનીલ દત્ત ત્યા સુધી રાજનીતિમાં એક મુકામ બનાવી ચુક્યા હતા. સંજય દત્ત પર ગેરકાયદેસર હથિયાર મુકવા અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં ભાગ લેવાના આરોપ પછી સુનીલ દત્તની મુશ્કેલીઓ તેમના રાજનીતિક જીવનમાં ઉથલ પાથલ લઈ આવી. સુનીલ દત્ત પોતાના પુત્ર પર લાગેલા આરોપને રદ્દ કરાવવા માટે કોર્ટ કચેરીથી લઈને રાજનીતિક મિત્રોની પણ સલાહ લેતા રહ્યા પણ વાત બની નહી. આ મામલે કોંગ્રેસે પણ સુનીલનો સાથ ન આપ્યો અને સુનીલ દત્તને બાળ ઠાકરેની શરણમાં જવુ પડ્યુ. 
 
ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર હતી અને સુનીલ દત્તને આશા હતી કે બાળ ઠાકરે સંજયને આ મુસીબતમાંથી કાઢવામાં તેમની મદદ કરશે. સુનીલ અનેક વાર બાળ ઠાકરેને ત્યા ઉદાસ બેસેલા જોવા મળ્યા. તેમના વિરોધીઓએ તેમના પર આ વાત પર અનેક ટિપ્પણીઓ પણ લખી. પણ સુનીલને કેમ પણ કરીને સંજયને ટાડા કાયદામાંથી છોડાવવો હતો. છેવટે 2006માં સંજયને ત્યારે મોટી રાહત મળી જ્યારે મુંબઈ ધમાકા મામલે સુનાવણી કરી રહેલ ટાડા કોર્ટે કહ્યુ કે સંજય આતંકવાદી નથી અને તેણે પોતાની ઘરે ગેરકાયદેસર રાયફલ પોતાની સુરક્ષા માટે મુકી હતી. તેના પરથી ટાડાનો કેસ હટી ગયો અને આર્મ્સ એક્ટ હેઠળ દોષી સાબિત કરવામાં આવ્યો. 
પુણેના યરવદા જેલમાં બંધ છે સંજય 
 
સંજય દત્તને 1993ના સીરિયલ બ્લાસ્ટ હેઠળ ગેરકાયદેસર રૂપે હથિયર મુકવાના આરોપમાં પાંચ વર્ષની સજા મળી છે. જેમા તે 18 મહિના પહેલા જ કાપી ચુક્યો હતો. બાકી સમય (42 મહિના)માટે તેણે મે 2013માં ફરીથી જેલમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તે પોતાની બાકી રહેલી સજા કાપી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

આગળનો લેખ
Show comments