Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી રેસીપી - ઘરે જ બનાવો પાણી પુરી

ગુજરાતી રેસીપી - ઘરે જ બનાવો પાણી પુરી
, રવિવાર, 29 જુલાઈ 2018 (08:05 IST)
સામગ્રી - બારીક રવો 200 ગ્રામ, મેંદો 50 ગ્રામ, મોણ માટે રિફાઈંડ ઓઈલ 2 નાની ચમચી,  મીઠુ 1/2  નાની ચમચી. લોટ બાંધવા માટે સોડા વોટર અને ગોલગપ્પા (પાણીપુરી) તળવા માટે તેલ. 
 
ખાટ્ટા પાણીની સામગ્રી - બીજ વગરની અમલી 50 ગ્રામ, ફુદીનાના પાન 1/2 કપ, હિંગ પાવડર ચપટી, ગોળ 20 ગ્રામ,  નવસાર 5 ગ્રામ કાળા મરચુ 10-12 દાણા. લીલા ધાણા 1/2 કપ, લીલા મરચા 2. સંચળ અને સાદુ મીઠુ સ્વાદ મુજબ . પાણી એક લીટર. 
 
અન્ય સામગ્રી - બાફેલા બટાકા 1 કપ. બાફેલા ચણા 1 કપ લીલી ચટણી અને સૂંઠ
 
બનાવવાની રીત - રવામાં મેંદો મીઠુ અને મોણ નાખીને સોડા વોટરથી લોટ બાંધી લો. એક કલાક માટે મેદો ઢાંકીને મુકી દો. મોટી મોટી પાતળી રોટલી બનાવો અને કોઈ ઢાંકણાથી ગોળ ગોળ કાપી લો.  ગરમ તેલમાં તળીને કાઢી લો.  તેને કોઈ થાળીમાં મુકો જેથી ફુટે નહી.  ખાટુ પાણી બનાવવા માટે એક કપ ઉકાળેલા પાણીમાં આમલી પલાળો અને એક કલાક માટે મુકી દો.  ફુદીનાના પાન, લીલા ધાણા, મીઠુ, હિંગ, જીરુ, કાળા મરી, નવસાર વગેરે બધી વસ્તુઓને મિક્સરમાં વાટીને 1 લીટર પાણીમાં મિક્સ કરો. 
 
આમલીનું પાણી ગાળીને ફુદીનાના મિશ્રણમાં મિક્સ કરો અને ફરીથી ગાળી લો. થોડો બરફ પણ જલજીરામાં નાખી દો.  જમતી વખતે ગોલગપ્પા(પુરી)માં અંગૂઠા વડે કાણું પાડીને ચણા ભરો, ઉપરથી ખાટુ પાણી ભરીને ખાવો અને ખવડાવો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોમાસામાં ઘરને ભેજથી બચાવવા અપનાવો આ ટિપ્સ