rashifal-2026

અર્જુન પટિયાલા"ની સ્ટાર કાસ્ટ ક્રિતી સેનન અને દિલજિત દોસાંજ બન્યા અમદાવાદના મહેમાન

Webdunia
મંગળવાર, 23 જુલાઈ 2019 (10:29 IST)
અમદાવાદ: મેડડોક ફિલ્મ્સ અને ટી- સિરિઝના બેનર હેઠળ પ્રોડ્યુસ થયેલ અપકમિંગ બૉલીવુડ ફિલ્મ "અર્જુન પટિયાલા"માં દિલજિત દોસાંજ, ક્રિતી સેનન તથા વરુણ શર્મા જોવાં મળશે. પોતાની ફિલ્મના પ્રમોશન માટે લીડ સ્ટાર કાસ્ટ દિલજિત દોસાંજ અને ક્રિતી સેનન અમદાવાદના મહેમાન બન્યાં હતાં અને પોતાની ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી હતી.

 
ફિલ્મમાં દિલજિત એક પોલિસ ઓફિસરના રોલમાં છે અને વરુણ તેનો સાથી પોલીસ ઓફિસર છે. ફિલ્મમાં ક્રિતીનું પાત્ર ટીવી ચેનલની ક્રાઇમ રિપોર્ટરનું છે.  ફિલ્મમાં દિલજિત અર્જુન પટિયાલાના રોલમાં, વરુણ શર્મા ઓનિડા સિંહના રોલમાં અને ક્રિતી રીતુ રંધાવાના પાત્રમાં દેખાશે. આ ફિલ્મ ડિરેક્ટર રોહિત જુગરાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ છે. દિલજિત દોસાંજ, ક્રિતી સેનન અને વરુણ શર્મા સિવાય "અર્જુન પટિયાલા" ફિલ્મમાં રોહિત રોય પણ જોવા મળશે. આ સિવાય સુંદર અભિનેત્રી સની લિઓની પણ એક સોન્ગમાં નજરે પડશે. ફિલ્મ 26 જુલાઈ, 2019- શુક્રવારના રોજ ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
પોતાની ફિલ્મ વિશે જણાવતાં દિલજિત દોસાંજ અને ક્રિતી સેનને કહ્યું કે, "અર્જુન પટિયાલા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ઘણું જ પસંદ પડ્યું છે, તેનાથી અમે ઘણાં જ ખુશ છીએ. ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે અને લોકોને હસવા પર મજબૂર કરી દેશે, ઉપરાંત ફિલ્મમાં થોડો ઈમોશનલ ટચ પણ છે. ફિલ્મ દર્શકોને જરૂર પસંદ પડશે.”
ફિલ્મના સોન્ગ દર્શકોને ઘણાં પસંદ પડી રહ્યાં છે, ફિલ્મનું મ્યુઝિક સચીન- જીગરની જોડીએ આપ્યું છે અને ફિલ્મના સોન્ગના શબ્દો ગુરુ રંધાવા તથા પ્રિયા સરૈયા દ્વારા રચવામાં આવેલ છે.
 
થોડા દિવસો પહેલાં ક્રિતી થઇ હતી ટ્રોલ
તિ સેનન થોડા દિવસો પહેલાં જામ્બિયા ગઇ હતી. જ્યાં તે વાઇલ્ડ લાઇફને ખૂબ નજીકથી જોવા માંગતી હતી અને તેણે સોશિયલ મીડિયા પર ચીત્તા સાથે ફોટા શેર કર્યા હતા. તેમાં તે ચીત્તા સાથે ચાલતી અને તેની સાથે બેસેલી જોવા મળી હતી. આ વાત લોકોને ગમી નહી. આ ફોટાને લીધે તેમના ફેન્સ તેમની ટિપ્પણી કરવા લાગ્યા. કારણ કે જે ચીત્તા સાથે તેમણ ફોટા અપલોડ કર્યો હતો તેને પટ્ટાથી બાંધેલો હતો. જ્યાર લોકોએ કહ્યું હતું કે આ પ્રકારે જંગલી જાનવરોને પાલતૂની માફક રાખવા એક ક્રૂરતા છે. ફોટો શેર કરતાં કૃતિએ લખ્યું હતું કે ''આ સેલ્ફી માંગી રહ્યો હતો અને હું ના પાડી શકી નહી''. ક્રિતી સેનન પોતાના ફેન્સની આ નારાજગી જોઇ ન શકી અને ત્યારબાદ ફોટો ડિલીટ કરી દીધો હતો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

આગળનો લેખ
Show comments