Biodata Maker

અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉંટ થયુ હૈક, Tweet કરીને અપાઈ ચેતાવણી

Webdunia
મંગળવાર, 11 જૂન 2019 (09:20 IST)
બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉંટ હૈક થઈ ગયુ છે. અમિતાભ બચ્ચનના આ એકાઉંટને પ્રો-પાકિસ્તાન ટર્કિશ હૈકર ગ્રુપ   Ayyildiz Tim એ હૈક કરી લીધુ. હૈકરોએ અમિતાભ બચ્ચનને બાયો પણ બદલી નાખ્ય અને તેમા લવ પાકિસ્તાન લખેલુ દેખાય રહ્યુ છે. એટલુ જ નહી બિગ બી ના ટ્વિટર એકાઉંટ પરથી તુર્કી અને પાકિસ્તાન સાથે જોડાયેલ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા છે. એટલુ જ નહી હૈકરોએ અમિતાભ બચ્ચનના એકાઉંટને હૈક કરી પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાનની તસ્વીર લગાવી દીધી હતે. જો કે હવે તેમનુ એકાઉંટ રિકવર કરી લેવામાં આવ્યુ છે. હૈકરો દ્વારા કરવામાં આવેલ બધા ટ્વીટ પણ તેમના એકાઉંટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા તેની તપાસ શરૂ કરી દીધી છે. 
 મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાનું માલુમ પડતાં ચકચાર મચી છે. જે પ્રકારે છેડછાડ થઈ છે એ જોતાં હેકર્સ પાકિસ્તાન સમર્થક હોવાનું જણાય છે.  બચ્ચનના ફોટોની જગ્યાએ પાક. વડાપ્રધાન ઈમરાનખાનનો ફોટો લગાડીને ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું છે. ભારતમાં રમજાનના પવિત્ર મહિનામાં રોઝા રાખી રહેલાં મુસ્લિમો પર નિર્દયી હુમલાઓ થાય છે એવી મનઘડંત ઉશ્કેરણી ટ્વિટમાં કરવાનો નિંદનીય પ્રયાસ થયો છે. આ ઘટના વિશે બચ્ચનની સત્ત્।ાવાર પ્રતિક્રિયા હજુ મળી નથી. 
અમિતાભ બચ્ચનનુ ટ્વિટર એકાઉંટ હૈક કર્યા પછી હૈકરે લખ્યુ - આ આખી દુનિયા માટે એક જરૂરી સંદેશ છે. અમે ટર્કિશ ફુટબોલર પ્રત્યે આઈસલેંડ રિપબ્લિકનુ વલણની નિંદા કરી છી. અમે પ્રેમથી વાત કરીએ છીએ પણ અમે મોટી લાકડી પણ રાખીએ છીએ. હૈકરે આગળ લખ્યુ - અમે બતાવી દઈએ કે એક મોટ ઓ સાઈબર અટેક થવાનો છે. ત્યારબાદ તેમણે પોતાનો લોગો પણ શેયર કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહિદ કપૂર સહિત કેટલીક ફિલ્મી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયેલા છે મળતી માહિતી મુજબ બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનનુ ટ્વિટર એકાઉંટ પાકિસ્તાન સમર્થક તુર્કીની સાઈબર આર્મી અયિલિદ્જ ટિમ એ હૈક કરી લીધુ હતુ.  આ પહેલા તેના વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરનુ ટ્વિટર ખાતુ હૈક કરવામાં આવ્યુ હતુ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

આગળનો લેખ
Show comments