Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ Whatsapp પ્રોફાઈલ પિક્ચર હૈક કરી રહ્યુ છે ISIS ? જાણો હકીકત

શુ Whatsapp પ્રોફાઈલ પિક્ચર હૈક કરી રહ્યુ છે ISIS ? જાણો હકીકત
, ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (15:42 IST)
ઈંસ્ટેટ મેસેજિંગ એપ વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમ અલોકોને તેમની પ્રોફાઈલ ફોટો જલ્દીથી જલ્દી બદલવા માટે કહેવામાં આવી રહ્યુ છે. મેસેજ મુજબ આતંકવાદી સંગઠન ISIS પોતાની આતંકી ગતિવિધિઓને પૂરી કરવા માટે હૈકર્સની મદદથી વોટ્સએપ ફોટોનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એટલુ જ નહી મેસેજમાં એવુ પણ લખ્યુ છે કે વોટ્સએપ સીઈઓએ આગામી 20-25 દિવસ સુધી પ્રોફાઈલ પિક્ચર ન લગાવવાની સલાહ આપી છે. ૝
 
આ મેસેજની નીચે A.K. Mittal (IPS) લખ્યુછે. જેને દિલ્હીના કમિશ્નર બતાવાય રહ્યા છે અને એક ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. સાથે જ મેસેજને ફોરવર્ડ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. 
 
અહી જુઓ વોટ્સએપ પર મોકલવામાં આવી રહેલો આ મેસેજ 
 
શુ છે હકીકત ?
 
વોટ્સએપ પર શેયર કરવામાં આવી રહેલ આ મેસેજ એક અફવાહ છે. દિલ્હીમાં અત્યાર સુધી એ.કે. મિત્તલ નામના કોઈ કમિશ્નર ન તો રહ્યા છે કે ન તો વોટ્સએપ સીઈઓનુ આ મામલે કોઈ નિવેદન આવ્યુ છે. 
 
કેવી રીતે કરી પડતાલ ?
 
ગૂગલ પર A.K. Mittal  કીવર્ડ સર્ચ કરવા પર રિજલ્ટસમાં ઈંડિયન એક્સપ્રેસનુ 5 જુલાઈ 2016નુ એક આર્ટિકલ સૌથી ઉપર જોયુ.  તેને જોઈને સ્પષ્ટ થઈ ગયુ કે આ પહેલીવાર નથી જ્યારે વોટ્સએપ પર ISIS વાળો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. 
 
ટાઈમ્સ ફૈક્ટ ચેકે આ સંદેશ સાથે આપેલ ફોન નંબર પર કૉલ કર્યો. નંબર પહોંચના બહાર હતો. જ્યારે ટૂ કૉલર એપ પર આ નંબરને નાખવામાં આવ્યો તો જાણ થઈ કે તે કોઈ અરશદ અલીનો છે. જેણે 1529 લોકોએ સ્પેમ કરેલ છે.  જો કે નંબર નીચે IPS Delhi પણ લખ્યુ હતુ. 
 
ત્યારબાદ અમે દિલ્હીના વર્તમાન અને પૂર્વ કમિશ્નનરોની લિસ્ટ શોધી 
 
http://www.delhipolice.nic.in/oldcpdelhi.html  પર મળતી માહિતી મુજબ 1977થી અત્યાર સુધી દિલ્હીમાં એ.કે મિત્તલ નામનુ કોઈ કમિશ્નર નથી. દિલ્હીના વર્તમાન પોલીસ કમિશ્નારનુ નામ અમૂલ્ય પટનાયક છે. અહી ક્લિક કરીને તમે સમગ્ર લિસ્ટ અહી જોઈ શકો છો. 
 
 
અમને ISIS હૈકર્સને કારણે ડિસ્પ્લે પિક્ચર બદલવાને લઈને વોટ્સએપના CEO જૈન કોમનુ કોઈ નિવેદન પણ ઈંટરનેટ પણ મળ્યુ નથી. 
 
એકવાર તો ચલો માની લઈએ કે ISIS તમારી પ્રોફાઈલ ફોટોનો ખોટો ઉપયોગ કરી શકે છે. તો પણ વોટ્સએપની સેટિગ્સમાં જઈને તમે આવુ થવાથી બચી શકો છો. વોટ્સએપ પોતાના યૂઝર્સને પ્રોફાઈલ પિક્ચર છિપાવવાનો અને બતાવવાનો વિકલ્પ આપે છે. 
 
નિષ્કર્ષ - ટાઈમ્સ ફૈક્ટ ચેકે પોતાની પડતાલમાં જોયુ કે ન તો વોટ્સએપના સીઈઓએ લોકોને ડિસ્પ્લે પિક્ચર બદલવાનુ કહ્યુ છે કે ન તો દિલ્હીના કમિશ્નરનુ નમ એ.કે. મિત્તલ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indian Oil માં નોકરી કરવાની તક, 466 પદ પર વેકેંસી, આ રીતે કરો અરજી..