Dharma Sangrah

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

Webdunia
મંગળવાર, 9 ડિસેમ્બર 2025 (14:47 IST)
. બોલીવુડના સૌથી ટેલેંટેડ અને ઓછુ બોલનારા અભિનેતા અક્ષય ખન્ના એક વાર ફરી ચર્ચામા છે. તેમની નવી ફિલ્મ ધુરંધરમાં રહેમાન ડકૈતના રોલે ફેંસ અન ક્રિટિક્સ બંનેને દિવાના બનાવી દીધા છે.  ખાસ કરીને તેમનો એંટ્રી સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સીન એ એક બહરીની રૈપ સોંગ 'FA9LA' ને પણ રાતો રાત હિટ બનાવી દીધુ  છે.  1997 માં 'હિમાલય પુત્ર' થી ડેબ્યુ કરનારા અક્ષય ખન્નાને અસલી ઓળખ એ જ વર્ષે આવેલી ફિલ્મ બોર્ડરથી મળી. દિવંગત સુપરસ્ટાર વિનોદ ખન્નાના પુત્ર હોવા છતા અક્ષયે હંમેશા પોતાની મહેનત અને ટેલેંટ દ્વારા બોલીવુડમાં પોતાનુ સ્થાન બનાવ્યુ.  'દિલ ચાહતા હૈ', 'હમરાઝ', 'હંગામા', 'હલચલ', 'દ્રશ્યમ 2' જેવી ફિલ્મો અને તાજેતરમાં વિકી કૌશલની 'છાવા'માં  પોતાના નેગેટિવ રોલથી તેણે સાબિત કર્યું કે તે કોઈપણ પાત્રને જીવંત કરી શકે છે.  
 
અક્ષય ખન્નાની નેટ વર્થ કેટલી છે ?
અક્ષય ખન્નાની નેટવર્થ વિશે વાત કરીએ તો .. બિઝનેસ ટુડેની રિપોર્ટ મુજબ અક્ષય ખન્નાની કિલ સંપત્તિ લગભગ 167 કરોડ રૂપિયા છે. તે સોશિયલ મીડિયાથી દૂર  રહે છે. ઈસ્ટાગ્રામ પર પણ નથી. ફિલ્મો સમજી વિચારીને પસંદ કરે છે અને રોકાણ પણ ખૂબ જ સમજદારીથી કરે છે. 
 
મુંબઈના પૉશ વિસ્તારમાં લકઝરી પ્રોપર્ટી 
અક્ષય ખન્ના પાસે જુહૂ, માલાબાર હિલ અને તાડદેવ જેવા મુબઈના સૌથી મોંઘા વિસ્તારમાં પ્રોપર્ટી છે. તેની કિમંત 100 કરોડ રૂપિયાથી વધુ બતાવાય રહી છે.  
 
કાર કલેક્શન પણ શાનદાર 
અક્ષય ખન્નાના ગેરેજમાં મર્સિડીઝ બેઝ S-ક્લાસ, બીએમડબલ્યુ 5 સીરીઝ અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લકઝરી ગાડીઓ છે. પણ મોટાભાગના સ્ટાર્સની જેમ તેઓ પોતાની લકઝરીનો દેખાવો નથી કરતા. સાધારણ લાઈફસ્ટાઈલ અને જૂના જમાનાની સાદગી જ તેમની ઓળખ છે. ફિલ્મ ધુરંધર માં અક્ષય ખન્નાનો આ નવો અવતાર જોવા માટે ફેંસ આતુર છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshaye Vinod Khanna ???? (@akshaye_khanna_)

 
ધુરંધરમાં અક્ષયની એંટ્રી સીન જોઈને ફેંસ હેરાન 
ફિલ્મમાં રેગિસ્તાન વચ્ચે કાળા ચશ્મા, શાંત પણ ખતરનાક અંદાજમાં અક્ષય ખન્નાની એંટ્રી થઈ રહી છે. આ સીન એટલો દમદાર છે કે લોકો રીલ્સ બનાવી બનાવીને  થાકી પણ નથી રહ્યા.  સોશિયલ મીડિયા પર ચારે બાજુ બસ એક જ ચર્ચા છે -  “અક્ષય ખન્ના આ વખતે આગ લગાવી દેશે"
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

આગળનો લેખ
Show comments