Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gemini- જાણો કેવા હોય છે મિથુન રાશિના લોકો

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (15:55 IST)
મિથુન - શારીરિક બાંધો
 
મિથુન રાશીની વ્‍યક્તિના હાથનો આકાર ત્રિકોણ હોય છે. મિથુન રાશીની સ્‍ત્રી પોતાના હાથના ઇશારે બીજા પુરૂષને આકર્ષિત કરે છે. આ રાશીનો હાથ પાતળો અને લાંબો હોય છે. તેમના ચહેરા પર તલનું નિશાન હશે. અથવા પેટ, કાન કે હાથ ઉપર તલ કે મસાની નિશાની હશે.
 
મિથુન - વ્યવસાય
મિથુન રાશીની વ્‍યક્તિમાં ઉત્તરદાયિત્વપૂર્ણ પદ સંભાળી શકતા નથી. વ્‍યવસાયમાં ફક્ત નૌકરીમાં સફળ થઇ શકે છે. જો તેઓ ધંધો કરે તો પોતાના ભાગીદારના નામ પર અથવા કોઇ પરિવારના નામ ઉપર કરવો અન્‍યથા સફળતા મળશે નહીં.
 
મિથુન - આર્થિક પક્ષ
મિથુન રાશીની વ્‍યક્તિ વિદ્વાન હોવા છતાં ધન-સંપત્તિનો સંગ્રહ કરવામાં નબળા રહે છે. તેમનું મૃત્યું ગરીબ અવસ્‍થામાં થાય છે.
 
મિથુન - ચરિત્રની વિશેષતા
મિથુન રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - જરૂર કરતા વધારે તર્કસંગત અને વિવેકશીલ, ફક્ત તાત્‍કાલીક તાવરણનો અનુભવ, મૌખીક અભિવ્યક્તિ દ્વારા વિશ્વનો અનુભવ, પૂર્વાગ્રહી હોવું, અસ્‍િથર ચિત્, સતત વિચારોમાં ,રિવર્તન ચરિત્ર વિકાસના લક્ષણો - વિચારો તથા મૌખીક અભિવ્‍યક્તિમાં અનિશ્ચિતતા, આત્‍મા તથા શરીરની રચનાને દ્વૈત્‍ય અવસ્‍થાનો સ્‍વીકાર કરવો, અંતર જ્ઞાનની ઓળખનો આરંભ, સર્વ વ્‍યક્તિ પ્રેમ દ્વારાજ જોડાયેલા છે તેનો સ્‍વીકાર, વિરોધાભાષીને એકબીજામાં જોડવામાં સક્ષમ. અંતઃ કરણના લક્ષણ - દ્વૈત્‍ય અવસ્‍થાનું વિશ્લેષ્‍ાણ કરવું, વિરોધાભાષી- એકજ સિક્કાની બે બાજુ છે તે સ્‍વીકારવું, અંતરાત્‍મા અને ભૌતિક વિષયોને સંયોજનનો અનુભવ કરવો, ઉચ્‍ચ વિચારો સાથે નિમ્‍ન વિચારોને જોડવા, સર્વ ભાઇ-બહેન છે તેનો સ્‍વીકાર કરવો, સર્વ સાથે પ્યાર કરવો. શિક્ષા દ્વારા પ્રેમનો પ્રચાર કરવો.
 
મિથુન - આજીવિકા અને ભાગ્ય
મિથુન રાશીની વ્‍યક્તિ નોકરી કરીને સુખીથી જીવન પસાર કરી શકે છે. પોતાની વકપટ્ટુતાથી કુશળ રાજ‍નીતિજ્ઞ કે રાજકારણી બની શકે છે. પોતાની જિજ્ઞાસા અને સત્‍યશોધક પ્રવૃતિના કારણે દરેક પ્રકારનું શોધ કાર્યમાં સફળ થાય છે. તેઓ સારા પત્રકાર, લેખક, ભાષાશાસ્‍િત્ર, યોજનાકારી બની શકે છે. સારા વકીલ, વ્યાખ્યાતા અને ઉપદેશક પણ બની શકે છે. પ્રવાસનો શોખ હોવાથી એજન્‍ટ પણ બની શકે છે.
 
મિથુન - ભાગ્યશાળી રંગ
મિથુન રાશીની વ્‍યક્તિ માટે પીળો તથા કેસરી રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા પીળો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં પીળા રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.
 
 

મિથુન - પ્રેમ સંબંધ
મિથુન રાશીની વ્‍યક્તિને કલાકાર લેખક પોતાની તરફ આકર્ષે છે. સેક્સી વ્‍યક્તિઓને મિથુન રાશી પોતાની તરફ આકર્ષે છે. મિથુન રાશીની વ્‍યક્તિને અસાધ્ય પ્રેમી પણ કહેવાય છે. એક તરફનું આકર્ષણ તેમના માટે હંમેશા દુખદાયક રહે છે. વિજાતીય સંબંધ - મિથુન રાશીની વ્‍યક્તિ વિજાતીય તરફ લગાવ રાખીને મુશ્કેલીને આમંત્રણ આપે છે. નિશ્ચિંત હોવાનું પ્રદર્શન કરીને સૌથી વધારે ચિંતા કરતા હોય છે. તેમની અસફળતાનું મુખ્‍ય કારણ સચ્‍ચાઇ પ્રત્‍યે લાપરવાહી હોય છે. તેઓ અન્‍ય પક્ષને પોતાની જાતને સમર્પિત કરી દે છે. આ રાશી ભ્રમ ઉત્પન્‍ન કરે છે. મિથુન રાશીની વ્‍યક્તિને તુલા રાશી સેક્સમાં વધારે આકર્ષિત કરે છે. મેષ તથા મકર પણ આકર્ષિત કરે છે. તુલા સાથેનો તેનો વ્‍યવહાર સુધારક હોય છે પરંતુ તુલા તથા કુંભ તેમને શંકાશીલ બનાવે છે.
 
 મિથુન - મિત્રતા
વૃષભ, સિંહ, કન્‍યા, તુલા રાશી વચ્‍ચે મિત્રતા રહે છે. કુંભ રાશીના લોકોની સાથે સાવધાન રહેવું જોઇએ. કયારેક એમના મિત્ર પણ તેના શત્રુ બની જાય છે. માટે તેમણે સાવધાનીથી ચાલવું જોઇએ. મિથુન રાશીની વ્‍યક્તિ મેષ સાથે હંમેશા સુખી રહે છે. મિથુન રાશીની વ્‍યક્તિ સાથે કન્‍યા અને મીન સાથે વિરોધ રહે છે. કર્ક, વૃશ્ચિક અને મકર સાથે ઉદાસ રહે છે.
 
મિથુન - પસંદ
મિથુન રાશીની વ્‍યક્તિને પ્રવાસ, ગાયન, સિલાઇ, ફિલ્મ, પુસ્‍તકોનું વાંચન વગેરેનો શોખ હોય છે. તેઓ એવું સમજે છે કે, તેમને જોઇતી વસ્‍તુનું જ્ઞાન છે, પરંતુ ખરેખર તેમને ઘણું જાણવાનું જરૂરી હોય છે. તેમને લોકોનું ધ્‍યાન પોતાની તરફ અકર્ષવાની ઇચ્‍છા હોય છે, પરંતુ આવું થાય ત્‍યારે તેની ઇચ્‍છા ચાલી ગયેલ હોય છે.
 
મિથુન - લગ્ન અને દાંપત્ય જીવન
મિથુન રાશીની વ્‍યક્તિ નોકરી કરીને સુખીથી જીવન પસાર કરી શકે છે. પોતાની વકપટ્ટુતાથી કુશળ રાજ‍નીતિજ્ઞ કે રાજકારણી બની શકે છે. પોતાની જિજ્ઞાસા અને સત્યશોધક પ્રવૃતિના કારણે દરેક પ્રકારનું શોધ કાર્યમાં સફળ થાય છે. તેઓ સારા પત્રકાર, લેખક, ભાષાશાસ્‍િત્ર, યોજનાકારી બની શકે છે. સારા વકીલ, વ્યાખ્યાતા અને ઉપદેશક પણ બની શકે છે. પ્રવાસનો શોખ હોવાથી એજન્‍ટ પણ બની શકે છે.
 
મિથુન - સ્‍વભાવની ખામી
મિથુન રાશીની વ્‍યક્તિ શારીરિક તથા માનસિક રૂપથી ક્રિયાશીલ રહે છે અને લોકો પર તેની અસર પણ પાડે છે. કેટલાક લોકો તેને સાહસપ્રિય સમજે છે પરંતુ ખરેખર તેઓ નથી. ઢોંગ અને ખોટો દેખાવ તેમને વધારે ગમે છે. તેઓ ગમે તે કામ તુરંત સ્‍વીકારી લે છે પરંતુ ભ્રમમાં રહીને પોતે તે કામ અધુરૂ છોડી દે છે. આ રાશીના લોકો વિશ્વાસુ નથી હોતા, અસ્‍િથર અને ચંચળ સ્‍વભાવથી ક્યારે શું કરશે તે કહેવું મુશ્કેલ છે. મિથુન રાશીની વ્‍યક્તિ એક કરતા વધારે વ્‍યક્તિ સાથે પ્રેમ સંબંધ રાખવા ઇચ્‍છે છે, આ કારણથી તેઓ પ્રેમમાં નિષ્‍ફળ રહે છે. મિથુન રાશીની વ્‍યક્તિ વિજાતીય તરફ લગાવ રાખીને મુશ્કેલીને આમંત્રણ આપે છે. તેઓ પોતાનુ મૂલ્ય નથી આંકતા. પોતાને બીજાના પક્ષને સમર્પિત કરે છે. આ રાશી ભ્રમ ઉત્‍પન્‍ન કરે છે. ઉપાય - મુશ્કેલીના સમય દરમ્યાન મંગળવાર અને શનિવારના ઉપવાસ કરવા જોઇએ. મૂંગાને પહેરવો જોઇએ. સંકટ ચોથનું વ્રત કરવું જોઇએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. ગાયત્રી પાઠ અને ઇષ્‍ટ દેવતા કે ગુરૂનુ ઉપાસના કરવાથી કષ્‍ટ દૂર થાય છે. તમારી રાશ‍િમાં રાહુ હોવાથી રાહુનું ફળ હંમેશા ઉત્તમ મળશે.
 
 

મિથુન - ભાગ્યશાળી રત્ન
મિથુન રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન પન્‍ના છે. માટે તેમણે બુધ ખરાબ હોય તો પહેરવો જોઇએ. બુધવારે ચાંદીમાં મઢાવીને બુધદેવનું ધ્‍યાન કરીને અનામિકા આંગળીમાં પહેરવો જોઇએ. વધારે મુશ્કેલો હોય તો મંગળવારના ઉપવાસ રાખવા અને તે દિવસે તાંબામાં મૂંગાને મઢીને પહેરવો.
 
મિથુન - વ્યક્તિત્વ
આ રાશી ચંચળ પ્રકૃતિની માનવામાં આવે છે. તેમાં ઉત્‍સુક્તા, પ્રશ્નેચ્છા અને ભ્રમણશીલતા જોવા મળે છે. આકર્ષક વ્‍યક્તિત્‍વના અને અસ્‍િથર સ્‍વભાવના હોય છે. બુદ્ધ‍િશાળીતો હોયજ છે. ઉપરાંત તરસ્‍પર વિરોધી વાતમાં ચાલતા જોવા મળે છે. તેમને રોજ નવું પરિવર્તન, પ્રવાસ અને વિવિધતા ગમે છે. આ લોકો રાજનીતિમાં ચતુર હોય છે. આ ધાર્મિક, દયાવાળા અને દ્રઢ સંકલ્પ વાળા હોય છે. તથા આધ્યાત્મિક તત્‍વોં અને આત્‍માની ઉન્‍નતિ તરફ વિશેષ ધ્‍યાન આપે છે. તેનામાં સહનશિલતા વધારે હોય છે. બધા સાથે સરખો વ્‍યવહાર રાખે છે. ઇમાનદાર, સભ્ય અને ચરિત્રવાન હોય છે. દરેક કાર્ય વિચારીને કરે છે. તેઓ વચન અને સંકલ્પના સાચા હોય છે. સતકાર્ય આ રાશીનો મુખ્ય ગુણ છે. આ રાશી ખોટું બોલનારથી નફરત કરે છે. સ્‍વચ્‍છતા અને વ્‍યવસ્‍થા તેના પ્રમુખ ગુણ છે. અનિયમિત તથા આળસ પણ જોવા મળે છે. તેમનો તેમના મન પર પૂર્ણ કાબુ હોય છે. ત્‍યારે જ તેઓ દ્રઢતાથી નિર્ણય કરી શકે છે. તેમનો લોકો સાથે કારણ વગર સંઘર્ષ થાય છે પરંતુ તેઓ નો વ્‍યવહાર સત્‍ય, દ્રઢ અને શ્રેષ્‍ઠ ચરિત્ર વાળો હોવાથી વિરોધીઓ શાંત થાય છે. તેઓ રૂઢી વાદી નથી હોતા પરંતુ બીજાની નીષ્‍ઠાની પરીક્ષા કરે છે. વ્યવહારિક મુશ્કેલી થી હારી જાય છે, તેઓ ક્યારેય ગંભીર રહેતા નથી. હસતા રહે છે અને દરેક વાત મજાકમાં લે છે. સૌના ધ્યાનના આકર્ષણનું કેન્‍દ્ર રહે છે. તેઓ સત્‍યને છુપાવતા નથી અને તે સંકટ અને કજીયાનું તેમના માટે કારણ બને છે. યાત્રા દ્વારા તેમને લાભ થાય છે. મિથુન રાશીની વ્‍યક્તિ પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. તેઓ બુદ્ધ‍િમાન, આકર્ષક અને ચતુર વાર્તાકારના રૂપમાં પોતાને દર્શાવે છે. અસફળતા તેના મિત્રો વધારે છે જ્યારે સફળતા તેના ઇર્ષાળુ વધારે છે. મિથુન રાશીના લોકો ચંચળ સ્‍વભાવના અને કલા તરફ રસ દાખવનારા હોય છે. તે જે કહે અને કરે તેમાં જમીન આસમાનનું અંતર હોય છે. તેમનું ચરિત્ર હાથી દાંત સમાન હોય છે. માટે લોકો તેને બરોબર સમજી નથી શકતા. લોકોનો મત એક થતો નથી. પડકાર તેમનામાં સુધારો લાવે છે. મિથુન રાશીની વ્‍યક્તિ પરિસ્‍િથતિ પ્રમાણે પોતાને બદલાવે છે. તેના સાચા સ્‍વભાવને જાણવો મુશ્કેલ છે. તેઓ બીજાને ઉપદેશ અને સલાહ આપે છે માટે તેઓ મજાકને પાત્ર બને છે. તેમને જો આદર અને પ્રસિદ્ધ‍િ જોઇએ છે તે મળતી નથી માટે તેઓ બીજાને તેની ફરીયાદ કર્યા કરે છે.
 
મિથુન - શિક્ષણ
" મિથુન રાશિની વ્‍યક્તિ યાંત્રિક વિશેષતાઓ વાળા ઉત્તમ સંશોધક હોય છે. માટેજ યાંત્રિક વિષયમાં શિક્ષા મેળવવાથી વિશેષ લાભ થાય છે. તેઓ કોઇ એક વિષયના વિશેષજ્ઞ નથી હોતા. દરેક વિષયનું થોડું-થોડું જ્ઞાન હોય છે. માટે તેને જુદા-જુદા વિષયોનું સંશોધન કરવું ગમે છે."
 
મિથુન - સ્‍વાસ્‍થ્ય
મિથુન રાશીની વ્‍યક્તિ શારીરિક રીતે મજબુત હોય છે. પરંતુ સ્‍વાસ્‍થ્ય મધ્યમ હોય છે. જીવનમાં માનસિક શ્રમ વધારે કરવો પડે છે. વધારે સ્‍નાયુના રોગ થાય છે. તેમને અસાધ્ય રોગ નો ભય હોય છે, રાત્રે ભોજન ન લે તો સારૂ રહે છે. વાયુકારક વસ્‍તુનું સેવન નુકશાન કારક છે. ત્રિફળાનું ચૂર્ણ અને સૂંઠ, આદુ, તુલસીનો કાઢો સારો રહે છે. તેમને પેટનો વિકાર, છાતીમાં દર્દ, ગેસનસ તકલીફ, દાંત કે આંખની તકલીફ, શરદી કે માથાનો દુખાવો વધારે પરેશાન કરે છે. પડવાથી લાગવાનો ભય રહે છે.
 
મિથુન - ઘર-‍પરિવાર
મિથુન રાશીની વ્‍યક્તિ સગા સંબંધીની ભલાઇતો કરે છે પરંતુ તેનું પરિણામ તેમને ખરાબ મળે છે. ઘરનું મકાન, કે ભાગ્યશા‍ળી સંતાન માંથી એક વસ્‍તુ જીવનમાં અવશ્ય મળે છે. માતા-પિતા, પત્‍ની, સાસુ કે ભાઇ માંથી કોઇ એક વ્‍યક્તિ દુખનું કારણ બને છે. તેમને પુત્ર કે પૌત્રને જોવાનો યોગ મળે છે. જે મકાનનું મુખ્‍ય દ્વાર ઉત્તર કે પૂર્વ દિશામાં હોય અને રહેવાનું સ્‍થાન ઉપરના માળે હોય તો તે શુભ રહે છે.
 
મિથુન - ભાગ્યશાળી દિવસ
મિથુન રાશીનો બુધ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ બુધવાર છે. સાથે ગુરૂવાર પણ શુભ દિવસ છે. સોમવાર અશુભ છે. જે દિવસે મિથુન રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.
 
મિથુન - ભાગ્યશાળી અંક
" આ રાશિ માટે પ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે પ ના અંકની શ્રેણી પ, ૧૪, ૨૩, ૩૨, ૪૧, પ૦, ૬૮.... શુભ રહે છે."

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

25 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર મહાદેવ વરસાવશે પોતાના આશીર્વાદ

Weekly Horoscope- અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

24 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

Vastu tips for purse- આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાથી પર્સ નોટોથી ભરેલું રહેશે

2૩ નવેમ્બર નુ રાશિફળ - આજે આ લોકોનું નસીબ ચમકી જશે, પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવું

આગળનો લેખ