હવામાનવિભાગના આંકડા પ્રમાણે વલસાડમાં 89 મિલીમિટર, સુરતમાં 27 મિલીમિટર, પોરબંદરમાં 19 મિલીમિટર, સુરેન્દ્રનગરમાં 32 મિલીમિટર વરસાદ નોંધાયો હતો. એવી જ રીતે ભાવનગર, દ્વારકા, અમદાવાદ, રાજકોટ, મહુવા, ભુજમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 10ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની...