Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં રૂબી જીમખાનામાંથી ઝડપાયું જુગારધામ, 50 જેટલા શકુનીની ધરપકડ

Ruby Gym
, સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (12:47 IST)
વડોદરા શહેરના નગર્વદા વિસ્તારમાં આવેલા રૂબી જીમખાનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે રેડ દરમિયાન 50 જેટલા શકુનીઓને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે રૂબી જીમખાનામાં મોટા પાયે જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિની ને આધારે ક્રાઇમ બ્રાન્ચે રૂબી જીમખાના પર રેડ કરી હતી. અને જુગાર રમાડી રહેલ ગુલામ હુસેન સિંધી સહિત 50 જેટલા જુગારીઓની ધરપકડ કરી હતી. આ પકડાયેલ જુગારીઓમાં અમદાવાદ, અવડોદરા, આણંદ, ખેડા, ઠાસરા, કરજણ, અને ગોધરા ખાતે થી જુગારના રસિયાઓ જુગાર રમવા માટે ભેગા થયા હતા. રૂબી જિમખાના માં પાડેલી રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રોકડા 3.88 લાખ રોકડા, 43 મોબાઈલ ફોમ, 16 ટુ-વ્હુલર, 4 ફોર વ્હીલ અને એક થ્રી વ્હીલ, બે ટીવી સેટ સહિત આશરે 50 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. ગુલામ હુસેન સિંધી અગાઉ પણ ગુન્હાઇત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તે જુગાર રમાડતા ઝડપાયો હતો અને તેની સામે રાયોટિંગ, મારમારી, એટ્રોસીટી, પ્રોહિબિશન, ગેર કાયદેસર હથિયાર,  જેવા ગુન્હા નોધાયેલા છે. હાલ તો ક્રાઈમ બ્રાચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખોવાયેલા મોબાઇલ શોધવામાં રાજકોટ પોલીસ અવ્વલ: ત્રણ વર્ષમાં ૬ કરોડના ફોન લોકોને પરત કર્યા