Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ કપની મૅચમાં વૉર્નર અને મેક્સવેલના આઈપીએલ મૂડ સામે બાંગ્લાદેશ બન્યું લાચાર

Webdunia
શુક્રવાર, 21 જૂન 2019 (11:25 IST)
ઓપનર ડેવિડ વોર્નરની સદી અને ફિંચ, ઉસ્માન ખ્વાજા અને ગ્લેન મેક્સવેલની મજબુત બૅટિંગની ઑસ્ટ્રેલિયાએ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ફરીથી મોખરાનું સ્થાન હાંસલ કરતાં ગુરુવારે બાંગ્લાદેશને 48 રનથી પરાજય આપ્યો હતો.
 
બાંગ્લાદેશની હાર છતાં જે રીતે એમણે ઑસ્ટ્રેલિયા સામે પરાજયને નાનો કર્યો અને પીચ પર ટકી રહી 50 ઓવરમાં 333 રન નોંધાવ્યા એ આવનાર સમયમાં આ ટીમ કેટલી ઘાતક બની શકે એ દર્શાવે છે.  નિશ્ચિત દેખાતી હારમાં પણ રણનીતિપૂર્વક રમવાને લીધે આગળ રન રેટનો લાભ બાંગ્લાદેશને થઈ શકે છે.
 
 
આઈપીએલ જેવી રનોની આતશબાજી
 
વિશ્વ કપ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ રનોની આતશબાજી વધતી જાય છે. આઈપીએલના સ્ટાર વૉર્નર અને મેક્સવેલે શાનદાર દેખાવ કરતા એવી જ રનોની આતશબાજી જોવા મળી. ઑસ્ટ્રેલિયાએ વર્તમાન ટુર્નામેન્ટમાં બીજી વાર જંગી સ્કોર નોંધાવ્યો હતો. બાંગ્લાદેશ માટે મુશ્ફીકૂર રહીમે લડાયક સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યાનો ફાયદો ઉઠાવીને ટ્રેન્ટ બ્રિજની પીચ પર પહેલી બૅટિંગ પસંદ કરી હતી.
 
ડેવિડ વૉર્નર અને એરોન ફિંચે ટીમના જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરને અંતે પાંચ વિકેટે 381 રનનો વિરાટ સ્કોર ખડકી દીધો હતો. બાંગ્લાદેશ આ સ્કોર સુધી પહોંચી શકે તેવી રમત દાખવી શક્યું ન હતું અને અંતે 50 ઓવરમાં આઠ વિકેટે 333 રન કરી શક્યું હતું.
બાંગ્લાદેશની સારી લડત
 
382 રનના અત્યંત કપરા લક્ષ્યાંક સામે બાંગ્લાદેશ માટે તમિમ ઇકબાલ, સાકીબ હસન અને મુશ્ફીકૂર રહીમે સારી એવી લડત આપી હતી. તમિમે 74 બૉલમાં 62 રન ફટકાર્યા હતા તો અગાઉની બે મૅચમાં સદી ફટકારી ચૂકેલા સાકીબ હસને 41 બોલમાં 41 રનની ઇનિંગ્સ રમી હતી. ભૂતપૂર્વ સુકાની અને વિકેટકીપર મુશ્ફીકૂર રહીમે તેની બૅટિંગ દ્વારા એક વાતની ખાતરી કરાવી હતી કે બાંગ્લાદેશ કમસે કમ 50 ઓવર સુધી બૅટિંગ કરી શકે છે.
 
તેમણે વર્લ્ડ કપમાં પ્રથમ અને વન-ડે ક્રિકેટમાં સાતમી સદી કરી હતી. તેમણે 97 બોલમાં એક સિક્સર અને નવ બાઉન્ડરી સાથે અણનમ 102 રન કર્યા હતા. મહેમૂદુલ્લાહે પણ તેમને યોગ્ય સહકાર આપીને 69 રનનું યોગદાન આપ્યુ હતુ. બંનેએ 127 રનની ભાગીદારી નોંધાવી હતી.
 
અગાઉ ઑસ્ટ્રેલિયા માટે વૉર્નર અને ફિંચે આક્રમક શરૂઆત કરી હતી. કાંગારું ટીમે છ રનની સરેરાશ સતત જાળવી રાખી હતી. પહેલી વિકેટ માટે ઓપનર્સે 20.5 ઓવરમાં 121 રન ઉમેરી દીધા હતા. ફિંચે આ વર્લ્ડ કપમાં એક સદી નોંધાવેલી છે. આ તેમની ત્રીજી અડધી સદી હતી.
 
તેમણે 51 બોલમાં બે સિક્સર સાથે 53 રન કર્યા હતા.
 
એક તબક્કે તો એમ લાગતું હતું કે વૉર્નર અને ફિંચ જ બૅટિંગ કર્યા કરશે પરંતુ 21મી ઓવરમાં સૌમ્ય સરકારને પહેલી સફળતા મળી હતી. તેમણે ફિંચને આઉટ કર્યા હતા. 2019ની આઇપીએલમાં સૌથી વધુ રન કરનાર વૉર્નરે આ વર્લ્ડ કપમાં પણ મોખરાનું સ્થાન હાંસલ કરતાં 166 રન ફટકાર્યા હતા.
 
વન-ડે કારકિર્દીની 16મી સદી નોંધાવતાં તેમણે 147 બૉલની ઇનિંગ્સમાં 14 બાઉન્ડરી અને 5 સિક્સર ફટકારી હતી.
પહેલી વિકેટ પડ્યા બાદ વોર્નરે ઉસ્માન ખ્વાજા સાથે ટીમનો સ્કોર આગળ ધપાવતાં વધુ 192 રન ઉમેર્યા હતા.
આ ભાગીદારીએ જ બાંગ્લાદેશનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો. ખ્વાજાએ આક્રમક રમત દાખવી 72 બૉલમાં જ 89 રન કર્યા હતા.
 
મેક્સમેલનો ધમાકો
 
વૉર્નરની સદી બાદ ગ્લેન મેક્સવેલની આક્રમક બૅટિંગ ઇનિંગ્સનું પ્રમુખ આકર્ષણ બની હતી. મેક્સવેલ 10 બૉલમાં 32 રન ફટકારીને ખ્વાજા સાથે સિંગલ લેવામાં થયેલી ગેરસમજમાં રનઆઉટ થયા હતા. મેક્સવેલે તેની નાની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને બે બાઉન્ડરી ફટકારી હતી.
 
ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 49મી ઓવર બાદ વરસાદને કારણે થોડા સમય માટે રમત અટકી પડી હતી. બાંગ્લાદેશના તમામ બોલરો ઑસ્ટ્રેલિયન આક્રમણ સામે લાચાર પુરવાર થયા હતા.
 
સૌમ્ય સરકારે 58 રનમાં ત્રણ વિકેટ લીધી હતી તો મહેદી હસને 10 ઓવરમાં 59 રન આપ્યા હતા જે સૌથી કરકસરયુક્ત બૉલિંગ સાબિત થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments