Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AUS Vs PAK : વિશ્વ કપની મૅચમાં ડેવિડ વૉર્નરની સદી અને સ્ટાર્કની બૉલિંગે પાકિસ્તાનને હરાવ્યું

AUS Vs PAK : વિશ્વ કપની મૅચમાં ડેવિડ વૉર્નરની સદી અને સ્ટાર્કની બૉલિંગે પાકિસ્તાનને હરાવ્યું
, ગુરુવાર, 13 જૂન 2019 (07:12 IST)
વિશ્વ કપની મૅચમાં 307 રનનો ટાર્ગેટ ચૅઝ કરી રહેલી પાકિસ્તાનની ટીમનો ઑસ્ટ્રેલિયા સામે કારમો પરાજય થયો છે. પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાનો 41 રને વિજય થયો. 308 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી અને માત્ર 2 રન પર પ્રથમ વિકેટ ફકર ઝમાનની પડી હતી. ફકર ઝમાન શૂન્ય રને આઉટ થયા હતા. ત્યારબાદ ઇમામ ઉલ હક અને બાબર આઝમ વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી પરંતુ બાબર આઝમ 30 રન પર આઉટ થઈ ગયા હતા.
 
ઇમામ ઉલ હકે 75 બૉલમાં 53 રનની સમજદારીપૂર્વકની રમત રમી આઉટ થયા હતા તો મોહમ્મદ હાફિઝે 46 રન કર્યા હતા. શોએબ મલિક શૂન્ય રને તથા આસિફ અલી 5 રને આઉટ થયા હતા. પાછળના ક્રમે હસન અલીએ ઓસ્ટ્રેલિયાને લડત આપી હતી પરંતુ તેઓ 15 બૉલમાં 32 રન કરી આઉટ થઈ ગયા હતા.
જોકે, સરફરાજે બાજી સાચવી રાખી હતી અને તેમને વહાબ રિયાઝનો સાથ મળ્યો હતો. વહાબ રિયાઝે 39 બૉલમાં 45 રન કર્યા હતા.
webdunia
એક સમયે સરફરાઝ અને વહાબ રિયાઝે મક્કમ લડત આપી હતી અને પાકિસ્તાન મૅચ જીતી શકે તેવી સ્થિતિમાં દેખાતું હતું પરંતુ સ્ટાર્કે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી બાજી પલટી દીધી હતી. વહાબ રિયાઝ 39 બૉલમાં 45 રન કરી સ્ટાર્કનો શિકાર બન્યા હતા તો સરફરાજ 48 બૉલમાં 40 રન કરી રનઆઉટ થયા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી કુમિન્સે 3, રિચર્ડસને 2 તેમજ કોઉલ્ટેર-ફિન્ચે 1-1 વિકેટ લીધી હતી.
 
આઈસીસી વિશ્વ કપની મૅચમાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતા પાકિસ્તાનને 307 રનનો ટાર્ગેટ આપ્યો છે. ડેવિડ વૉર્નરની સદી અને કૅપ્ટન એરોન ફિંચના 82 રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ મૅચ પર પકડ બનાવી હતી. એક તબક્કે ઑસ્ટ્રેલિયા 350 જેવો જંગી સ્કોર નોંધાવે તેવી સ્થિતિ હતી પરંતુ વૉર્નર અને ફિંચ બાદ મોટી ભાગીદારી થઈ નહોતી.
 
ઑસ્ટ્રેલિયાની ટીમ 307 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ 146 રન પર પડી હતી અને પછી સમયાંતરે વિકેટ્સ ગુમાવી હતી. મજબૂત શરૂઆત પછી ઑસ્ટ્રેલિયાએ તેની 9 વિકેટ 150 રનમાં ગુમાવી હતી. સ્ટિવ સ્મિથ 10 રન પર હાફિજનો શિકાર બન્યા હતા તો ગ્લેન મેક્સવેલને 20 રન પર આફ્રિદીએ આઉટ કર્યા હતા. ત્યારબાદ શોન માર્શ અને ઉસ્માન ખ્વાજા પણ લાંબુ ટકી શક્યાં નહોતાં. માર્શ 23 રને અને ખ્વાજા 18 રને આઉટ થયા હતા.
 
ગત મૅચમાં તોફાની બૅટિંગ કરનારા ઍલેક્સ કેરી અને કોટલર પણ અનુક્રમે 20 અને 2 રને આઉટ થઈ ગયા હતા. આમ ઑસ્ટ્રેલિયાના મિડલ અને લોઅર મિડલ ઑર્ડરનો ધબડકો થયો હતો. ઓપનર સિવાય એકે બૅટ્સમૅન લાંબુ ટકી શક્યા નહોતાં છતાં સારી શરૂઆતને લીધે ઑસ્ટ્રેલિયા પાકિસ્તાનને 307 રનનું પડકારજનક લક્ષ્ય આપવામાં સફળ રહ્યું હતું
 
નબળી શરૂઆત પછી પાકિસ્તાનની વાપસી
 
પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમીરે 5, શાહિન આફ્રિદીએ 2 અને હસન અલી, વહાબ રિયાઝ તેમજ હાફિજે 1-1 વિકેટ ઝડપી હતી. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 373 રનનો છે ભારતે શ્રી લંકા સામે નોંધાવેલો છે. જોકે, આ મેદાન પર બીજા ક્રમે બૅટિંગ કરનારી ટીમ 231થી વધારે સ્કોર ચૅઝ કરી શકી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Vayu Live Update - વાયુ વાવાઝોડું આજે ગુજરાતમા ત્રાટકશે, રાજ્યમાં તમામ બંદર પર પહેલી વાર 9 નંબરનું ભયજનક સિગ્નલ Video