Webdunia - Bharat's app for daily news and videos

Install App

Somvar Vrat - કેમ કરવામાં આવે છે સોમવારનુ વ્રત, જાણો શુ છે તેનુ મહત્વ

somvar vrat
Webdunia
સોમવાર, 30 ડિસેમ્બર 2024 (00:46 IST)
somvar vrat
Somvaar Vrat - સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. સોમવારના દિવસે શિવજી માટે રાખવામાં આવેલુ વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે. સોળ સોમવાર, શ્રાવણ સોમવાર વગેરે અનેક રૂપોમાં શિવજીના સોમવારનુ વ્રત કરવામાં આવે છે. સોમવારનુ વ્રત યુવતીઓ જ નહી પણ યુવકો પણ કરે છે.  પણ લોકો કેમ કરે છે સોમવરનુ વ્રત ? આવો જાણીએ જાણીએ સનાતન ધર્મ શુ કહે છે આ વિશે... 
 
કેવી રીતે કરશો સોમવારનુ વ્રત 
સોમવારનુ વ્રત દરેક વ્રતની જેમ ખુદને આંતરિક અને શારીરિક રૂપથી સ્વચ્છ કરીને જ શરૂ કરવામાં આવે છે. તેથી સૌથી પહેલા આ સુનિશ્છિત કરો કે તમે સવારે જલ્દી ઉઠો અને સ્નાન કરીને સ્વચ્છ થઈ જાવ. ત્યારબાદ શિવજીની પૂજા કરવી પણ આ વ્રતનો એક જરૂરી નિયમ છે.  તો કોશિશ કરો કે તમે મંદિરમાં જઈને શિવલિંગ પર જળ જરૂર ચઢાવો.  શિવલિંગ સ્નાન માટે જો તમે કાચી લસ્સીનો ઉપયોગ કરશો તો ખૂબ સારુ થશે. તમારા પૂરા મનથી ભગવાનની આરાધના કરો અને આ દરમિયાન માંગવામા આવેલુ વરદાન જો કોઈપણ ખરાબ ભાવના વગર કરવામાં આવે તો જરૂર પુર્ણ થાય છે. 
somvar vrat
સોમવરના વ્રતની પૂજા ત્યા સુધી અધૂરી હોય છે જ્યા સુધી તમે કથા ન સાંભળી લો કે વાંચી ન લો. આ માટે મંદિરમાં જ બેસીને ભગવાન શિવની સોમવારની કથા ધૈર્ય સાથે વાંચો.  એવુ કહેવાય છે કે સોમવારના વ્રતની કથા વાંચવાથી માણસના જીવના બધા સુખોને મેળવી શકાય છે.  આ ઉપરાંત આ વ્રતમાં એટલી શક્તિ છે કે કુંડળીનો ભારે યોગ પણ કમજોર કરી શકે છે.  
somvar vrat
કેમ જોડાયો છે સોમવારનો દિવસ ભગવાન શિવ સાથે ?
જેવુ કે આપણે સૌ જાણીએ છીએ સોમવારનો દિવસ ભગવાન શિવનો માનવામાં આવે છે અને સોમવારનુ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ વ્રત સોમેશ્વર વ્રતના રૂપમાં પણ વિખ્યાત છે.  સોમેશ્વરનો અર્થ છે સોમના ઈશ્વર જે કે શિવ છે અને સોમ ચંદ્રમાને કહેવામાં આવે છે. તેથી સોમેશ્વર વ્રત અર્થાત શિવ માટે કરવામાં આવેલ વ્રત. 
 
એક પ્રસિદ્ધ  હિન્દુ કથા મુજબ ચંદ્રમાએ સોમવારના દિવસે જ પૂજા અને આરાધના કરીને ભગવાન શિવ પાસે વરદાનમાં  ખુદને ક્ષય રોગથી મુક્ત કરાવ્યા હતા. એ સમયથી સંસારમાં સોમવારના દિવસે ભગવાન શિવની પૂજાના દિવસના રૂપમાં સમર્પિત કરવામાં આવ્યુ. જેવુ કે ભગવાન શિવે ચંદ્રમાને મનોવાંછિત ફળ આપ્યુ, એ જ રીતે દરેક માણસ જે સ્વચ્છ મનથી આ દિવસે ભગવાન શિવની આરાધના કરે છે પોતાનુ મનપસંદ વરદાન મેળવે છે. 
 
આ ઉપરાંત બાકી બધા વ્રતોની તુલનામાં સોમવારનુ વ્રત ખૂબ જ સરળ માનવામાં આવે છે.  કારણ કે ભગવાન શિવ પોતે જ ખૂબ જ સહજ દેવ એટલે ભોળા છે.  ચંદ્રમાની જેમ માતા પાર્વતીએ પણ આ દિવસના 16 વ્રત કરીને ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવી લીધા. માતા પાર્વતીએ ફળ સ્વરૂપમાં ખુદ શિવને જ માંગી લીધા અને પોતાના સહજ ભાવને કારણે ભગવાને ખુદને માતા પાર્વતીને સમર્પિત કરી દીધા. ત્યારથી આ વ્રતનુ ખૂબ વધુ પ્રચલન થઈ ગયુ અને એવુ માનવામાં આવે છે કે જે પણ કુંવારી યુવતી 16 સોમવારનુ વ્રત કરે છે તે પોતાનો મનગમતો વર મેળવે છે. 
કેવી રીતે કરવુ સોમવારનુ વ્રત - જાણો યોગ્ય વ્રત વિધિ... 
દરેક વ્રતની જેમ સોમવારનુ વ્રત પણ સવારે સૂર્યોદયથી શરૂ થાય છે જેનો અર્થ છે કે તમારે સૂર્યોદય પહેલા ઉઠવુ જોઈએ અને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરવા જોઈએ.  સ્નાનઆદિથી પરવારીને શિવજીના મંદિરમાં જરૂર જાવ અને ત્યા શિવલિંગ પર દૂધ અથવા કાચી લસ્સી ચઢાવો.  સંપૂર્ણ શાંત મનથી ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરો. આ વ્રત સૂર્યાસ્ત સુધી ચાલે છે. 
 
આહારમાં ફળ અને દૂધનુ સેવન યોગ્ય માનવામાં આવે છે. જો કે આ વ્રતમાં પારણ અથવા ફળાહારનો કોઈ નિયમ નથી. તેનો અર્થ છે કે સૂર્યાસ્ત પછી અથવા ત્રીજા પ્રહર પછી તમે ભોજનનુ સેવન કરી શકો છો. આ ભોજનમાં તમે મીઠુ ન ખાશો.  આ સાથે જ તમે તામસિક ભોજન પણ બિલકુલ ન ખાશો.  ગળ્યુ કે સાત્વિક ભોજન તમે સૂર્યાસ્ત/Sunset Timing પછી કરી શકો છો. 
શુ તમે જાણો છો કે સોમવારના વ્રતના 3 પ્રકાર પણ છે ?
સોમવારના વ્રતને 3 પ્રકારમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેના હેઠળ સૌમ્ય પ્રદોષ, સોળ સોમવાર અને શ્રાવણ સોમવાર આવે છે. વ્રત કરવાની રીતે ત્રણેય વ્રતમાં એક જેવી છે. જેવુ કે પહેલા બતાવ્યુ એ જ્ રીતે સોમવારનુ દરેક પ્રકારનુ વ્રત તમે કરી શકો છો. 
 
મંદિરમાં ભગવાન શિવની પૂજા ત્યા સુધી પૂરી નથી માનવામાં આવતી જ્યા સુધી તમે સોમવારની વ્રત કથા વાંચી ન લો કે સાંભળી ન લો. તેથી કથાની ભૂમિકા બિલકુલ ન ભૂલશો. યોગ્ય ફળ જોઈતુ હોય તો વ્રત દરમિયાન ભગવાન શિવનુ નામ આખો દિવસ મનમાં જપતા રહો. જેટલુ તમે ખુદને શિવમાં મગ્ન કરશો એટલુ જ તમે સારુ ફળ મેળવશો. 
 
આ વ્રત કોઈપણ કરી શકે છે. કોઈપણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ વયનો વ્યક્તિ સોમવારનુ વ્રત કરી શકે છે અને ભગવાનને પોતાના ઈચ્છિત ફળની કામના કરી શકે છે.  એટલુ યાદ રાખો કે જો તમે પરણેલા છો અને સોમવારનુ વ્રત કરો છો તો વ્રતના દિવસે તમે બ્રહ્મચર્યનુ પાલન જરૂર કરવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

વધુ જુઓ..

નવીનતમ

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments