Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Solah Somwar - સોળ સોમવારનું વ્રત ક્યારથી શરૂ કરી શકાય છે ? કયો મહિનો હોય છે સોંથી શ્રેષ્ઠ, જાણો સાચી પૂજા વિધિ

solah somvar
, સોમવાર, 22 જુલાઈ 2024 (01:02 IST)
solah somvar
16 Somwar Vrat: સોળ સોમવારનું વ્રત દામ્પત્ય જીવનમાં સુખ લાવવા અને મનગમતો જીવનસાથી મેળવવા માટે કરવામાં આવે છે. સોળ સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતાઓ અનુસાર, ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે માતા પાર્વતી દ્વારા સોળ સોમવારના વ્રતની શરૂઆત કરવામાં આવી હતી. સોળ સોમવારને લઈને ઘણા લોકોમાં મૂંઝવણ રહે છે  કે તેની શરૂઆત ક્યારે કરવી શુભ છે. ઉલ્લેખનિય છે  કે શ્રાવણ માસમાં સોળ સોમવારની શરૂઆત સૌથી શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ સોળ સોમવાર ક્યારે શરૂ કરવા અને સાચી પૂજા વિધિ  
 
સોળ સોમવાર વ્રત કયા મહિનાથી શરૂ કરવું જોઈએ?
આમ તો સોળ સોમવારનું વ્રત કારતક અને માર્ગશીર્ષ મહિનામાં શરૂ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે શ્રાવણ માસમાં આવતા સોમવારને શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે. તેથી શ્રાવણ મહિનાથી સોળ સોમવારનું વ્રત કરવું શ્રેષ્ઠ છે. આવી સ્થિતિમાં આ વર્ષે સાવનનો પહેલો સોમવાર 5 ઓગસ્ટ 2024ના રોજ આવી રહ્યો છે. આ દિવસથી તમે સોળ સોમવાર વ્રત કરવાનું શરૂ કરી શકો છો.
 
સોળ સોમવાર વ્રત પૂજા વિધિ 
શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સૂર્યોદય પહેલા જાગીને બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાનના પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવું. આ પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતનો સંકલ્પ લો.  ત્યારબાદ આખો દિવસ ઉપવાસ રાખો. પ્રદોષ કાળ દરમિયાન સોળ સોમવાર વ્રતની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે અને તમારી પૂજા સૂર્યાસ્ત પહેલા થઈ જવી જોઈએ. જો તમે ઘરમાં પૂજા કરતા હોય  તો સૌથી પહેલા શિવલિંગનો અભિષેક કરો. ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી વખતે પંચામૃત ચઢાવો. ત્યારબાદ પાણી અને ગંગાજળથી ભગવાનને સ્નાન કરાવો. આ પછી સફેદ ચંદન લગાવો અને બેલપત્ર અને ધતુરો ચઢાવો. અગરબત્તી પ્રગટાવો અને ફળ અને ખીર ચઢાવો. ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો. માતા ગૌરીને શૃંગાર ચઢાવો.
 
શ્રાવણમાં 16 સોમવારના ઉપવાસનું મહત્વ
સોમવારને ભગવાન શિવનો શુભ દિવસ કહેવામાં આવે છે. આ દિવસે, ભક્તો ભગવાન પાસેથી આશીર્વાદ અને વરદાન મેળવવા માટે શિવ મંદિરોમાં દર્શન કરવા જાય છે.  ભગવાન શિવ તેમના ભક્તોના જીવનમાંથી મોટી મુશ્કેલીઓ દૂર કરવા માટે જાણીતા છે. કુંવારી યુવતીઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે 16 સોમવારનું વ્રત કરે છે, જેથી તેમને ભગવાન શિવ જેવો જીવનસાથી મળે. તેમજ જે છોકરીઓના લગ્નમાં વિલંબ થાય છે તે પણ આ વ્રત કરતી જોવા મળે છે. આ વ્રત શ્રાવણના પહેલા સોમવારથી શરૂ થાય છે, જે 16 અઠવાડિયા સુધી ચાલે છે. આ દિવસો દરમિયાન લોકો સોમવારનું વ્રત રાખે છે, કથાઓ પાઠ કરે છે અને સાંભળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમવારથી શ્રાવણ મહિનો શરૂ, જાણો શ્રાવણ અને શિવનું મહત્વ