rashifal-2026

Tulsi Vivah 2019 - તુલસી વિવાહ કેવી રીતે કરશો અને મહત્વ

Webdunia
મંગળવાર, 5 નવેમ્બર 2019 (14:04 IST)
શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. 
 
પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે. 
 
કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે. 
 
તુલસી વિવાહ કેવી રીતે કરશો ?
 
* ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો. 
* પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો. 
* ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો. 
* ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાં.
* ગોધુલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું
* ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો. 
* ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.
* પછી વસ્ત્ર, ઘરેણા વગેરે આપો. 
* ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો.
* છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો. 
 
ભારતમાં હિન્દુ સમાજમાં તુલસી વિવાહ બાદ જ લગ્નમૌસમ શરૂ થાય છે. 
તુલસીનું મહત્વ
* તુલસી એક સાધારણ છોડ જરૂર છે, પરંતુ ભારતના લોકો માટે તે ગંગા-જમના જેવી પવિત્ર છે.
* પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે. કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં.
* નવમી, દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.
* તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે. 
* તુલસીના પાનનું અર્ક કેટલીય બીમારીયો દૂર કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

વધુ જુઓ..

નવીનતમ

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments