suvichar

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Webdunia
મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026 (12:07 IST)
શ્રીનાથજી પાટોત્સવ -એવું માનવામાં આવે છે કે શ્રીનાથજી (ભગવાન કૃષ્ણ) મથુરામાં શ્રી ગિરિધરજીના ઘરે ગયા હતા, જેઓ શ્રીનાથજીના મહાન ભક્ત હતા. પાટોત્સવનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને યાદ અપાવે છે કે ભક્તિ ઘરમાં શું લાવી શકે છે - ભગવાનનું આગમન. ઉત્તર ભારતમાં પ્રચલિત પરંપરાગત કેલેન્ડર મુજબ, આ દિવસ ફાલ્ગુનના કૃષ્ણ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે.

"શ્રીનાથજી પાટોત્સવની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ શ્રીનાથજી આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ભરી દે."

શ્રી ગુસાઈજી, બહુજી અને બેટીજીએ શ્રી ગુસાઈજીના નિવાસસ્થાને શ્રી ગિરિધરજીને તેમના બધા બાળકોની સેવા અર્પણ કરી, શ્રીજીની ઇચ્છાને માન આપ્યું. શ્રીજીએ શ્રી ગુસાઈજીના ઘરમાં પ્રવેશ કર્યો હોવાથી, આ દિવસને "પાટોત્સવ" તરીકે યાદ કરવામાં આવે છે અને ઉજવવામાં આવે છે.

શ્રીનાથજી મંદિર (મુખ્ય હવેલી) : નાથદ્વારાનું હૃદય સમાન શ્રીનાથજીનું મંદિર `હવેલી' તરીકે ઓળખાય છે. 17મી સદીમાં બંધાયેલું આ મંદિર પુષ્ટિમાર્ગીય પરંપરાનું કેન્દ્ર છે. અહીં બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ છે, જે ગોવર્ધન પર્વત ધારણ કરેલી મુદ્રામાં છે. મૂર્તિ સ્વયંભૂ હોવાનું મનાય છે અને તે કાળા આરસમાંથી બનેલી છે. મંદિરની સ્થાપત્ય શૈલી કોઈ રાજમહેલ (હવેલી) જેવી છે, જે બહારથી સરળ દેખાય છે, પણ અંદરથી ભવ્ય છે. અહીં દિવસમાં 8 વાર અલગ-અલગ દર્શન (ઝાંખી) થાય છે, જેમાં મંગળાથી લઈને શયન સુધીનાં દર્શનનો સમાવેશ થાય છે. મંદિરના શિખર પર સુદર્શન ચક્ર અને 7 ધ્વજાઓ લહેરાતી હોય છે. મંદિર સંકુલમાં જ `નવનીતપ્રિયાજી' અને `મદન મોહનજી'નાં મંદિરો પણ આવેલાં છે.

વિક્રમ સંવત 1727 (ઈ.સ. 1572)ના મહા વદ સાતમના પવિત્ર દિવસે શ્રીનાથજીને નવા બંધાયેલા મંદિરમાં જે હવેલી તરીકે ઓળખાય છે) પાટ (સિહાસન) પર બિરાજમાન કરવામાં આવ્યા. તે દિવસથી આજ સુધી, દર વર્ષે મહા વદ સાતમના રોજ શ્રીનાથજીનો ભવ્ય પાટોત્સવ ઊજવાય છે. આ દિવસ એટલે પ્રભુના ગૃહપ્રવેશનો દિવસ

પાટોત્સવનો અર્થ અને મહિમા

પાટોત્સવ' શબ્દ બે શબ્દોનો બનેલો છે - 'પાટ' અને 'ઉત્સવ"  પાટ એટલું સિંહાસન અથવા ગાદી અને ઉત્સવ એટલે આનંદનો પ્રસંગ જ્યારે દેવતાને વિધિવત રીતે તેમના નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે, તે દિવસને પાટોત્સવ કહેવાય છે. પાટોત્સવના દિવસે હવેલીમાં એવો માહોલ હોય છે જાણે કોઈ રાજાનો રાજ્યાભિષેક થઈ રહ્યો હોય અથવા ઘરના લાડીલા પુત્રનો જન્મદિવસ હોય. આ દિવસે પ્રભુને વિશેષ સેવા, શૃંગાર અને ભોગ ધરાવવામાં આવે છે.
 

ઉત્સવની ભવ્યતા અને દિનચર્યા

પાટોત્સવના દિવસે નાથદ્વારાનું વાતાવરણ અલૌકિક હોય છે. વહેલી સવારથી જ પ્રીતમ પોળ અને મંદિરના ચોકમાં ભક્તોની ભીડ જામી હોય છે.
 
મંગળા દર્શન : દિવસની શરૂઆત મંગળા આરતીથી થાય છે. આ દિવસે પ્રભુને જગાડવાનો ભાવ પણ વિશેષ હોય છે. કીર્તનકારો પ્રભુનાં ગુણાનુવાદ ગાતાં પદો ગાય છે.
 
પંચામૃત સ્નાન (મહાઅભિષેક) : પાટોત્સવનું મુખ્ય આકર્ષણ પ્રભુનું પંચામૃત સ્નાન છે. શ્રીજી બાવાને દૂધ, દહીં, ઘી, મધ અને  સાકર મિશ્રિત પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આ દૃશ્ય જોવા માટે તમામ ભક્તો તલપાપડ હોય છે. કેસર, કસ્તુરી અને અત્તરના સુગંધી જળથી પ્રભુને સ્નાન કરાવતી વખતે વાતાવરણ સુગંધિત થઈ જાય છે. વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે થતો આ અભિષેક ભક્તોના હૃદયમાં શીતળતા પ્રસરાવે છે.

શ્રીનાથજી - ગોવર્ધનનાથની પ્રાગટ્યકથા
ત્રેતાયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ મથુરાના રાજા હતા. ત્યાંથી તે દ્વારકા પધાર્યા. વ્રજવાસીઓ, ગોપ-ગોપીઓ તથા ગોકુળ-મથુરાના પ્રજાજનોથી ભગવાન શ્રીકૃષ્ણનો વિરહ સહન થયો નહીં. તે સર્વે ભગવાનને મળવા દ્વારકા આવ્યા. શ્રીકૃષ્ણ તથા દ્વારકાની પ્રજાએ તેમનું સ્વાગત કર્યું. વ્રજવાસીઓએ કહ્યું, હે ગોવર્ધનનાથ ! તમે અમને છોડીને અહીં આવ્યા છો પણ તમારો વિરહ અમારાથી સહન થતો નથી. તમારા વિના અમે અનાથ થયા છીએ. હવે અમારું પાલનપોષણ તથા રક્ષણ કોણ કરશે ? તમારું સ્થાન અમારા હૃદયમાં તો છે જ. પણ આપ એકવાર પ્રત્યક્ષ વ્રજમાં પધારો! વ્રજવાસીઓની લાગણીથી ભગવાન વચને બંધાયા. પ્રભુએ કહ્યું, હે વ્રજવાસી મારા સખાઓ ! મને પણ તમારું સ્મરણ રહ્યા કરે છે. હું તમને વચન આપું છું કે વ્રજવાસીઓ તથા સમસ્ત જીવોના કલ્યાણ માટે કલિયુગમાં ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થઈશ ! ભક્તોની વિનંતીને આધીન ભગવાન શ્રીકૃષ્ણ કલિયુગમાં, વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા.
 
ભગવાન શ્રીનાથજીએ તેમના પ્રાગટ્ય માટે લીલા શરૂ કરી. વ્રજની આસપાસની ગાયો ઘાસ ચરવા ગોવર્ધન પર્વત પર જતી હતી. તેમાં સદપાંડેની ઘૂમર ગાય તેનું કેટલુંક દૂધ એક ચોક્કસ સ્થળ શ્રીનાથજીના પ્રાગટ્યસ્થળ પર ચઢાવતી હતી. વ્રજવાસીઓને ઘૂમર નામની ગાયના આ નિત્યક્રમથી આશ્ચર્ય થયું. તેમણે આ સ્થળની તપાસ કરી. આશ્ચર્યનો પાર ન રહ્યો. વ્રજવાસીઓને આ સ્થળે શ્રીનાથજીની ઊર્ધ્વ વામ ભૂજાનાં
દર્શન થયાં

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids story sparrow- હોશિયાર ચકલી

ડિલિવરી પછી શું કરવું જોઈએ, આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

Motivational Quotes gujarati - ગુજરાતી મોટિવેશનલ સુવાક્યો

છત્રપતિ શિવાજી મહારાજની કેટલી પત્નીઓ હતી ? જાણીને રહી જશો હેરાન

વધુ જુઓ..

નવીનતમ

Good Friday 2026 Messages :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers

Good Friday 2026: ગુડ ફ્રાઈડે પર અપનાવો યીશુ ના સુવિચાર અને મોકલો તમારા મિત્રોને

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

આગળનો લેખ
Show comments