rashifal-2026

શરદ પૂર્ણિમા પર નિબંધ - મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ

Webdunia
શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (16:05 IST)
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.
 
આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે. આંખનું તેજ વધે છે. તેવી માન્યતા છે. મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે ઉજવાય છે. 
 
પ્રેમ મુદ્દિત મનસે કહો શ્રી રામ રામ રામ પાપ કરે દુઃખ મિટે લેકે રામ નામ ।। (તુલસીદાસ)
શરદ પૂર્ણિમા એ યૌવનનો થનગણટના છે ગમે તેવી ઋતુ છે. ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક, શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં આવે છે કે શરદ પૂનમની રાત્રે સાથે મહારાસ રમ્યા હતા. શરદ પૂનમને ઘણા રાસ પૂનમ કહે છે. વ્રજ એટલે રાસ લીલાનું વૈકુંઠ રાસ ગરબા આજે પણ રમાય છે.
 
શરદ પૂનમે પ્રભુએ વાંસળીના સૂર છેડયા હતા. ઠાકોરજીની આ વેણું આજે પણ ભગવદીયોને વૃંદાવનમાં સંભળાય છે. જે પ્રભુનો આશ્રય રાખે તેને ઠાકોરજી વાંસળી સંભળાવે છે. વ્રજ ેએટલે વેણું, ઘેનું અને રેણું ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વર્ણવી ગોપી ને પ્રેમની ધ્વજ કહેવામાં આવે છે. ગોપીઓ રાસ માં જવાની અને પ્રભુ મિલનની એટલી ઉત્કંઠા હતી કે આંખે લગાવવાનું કાજલ ગાલે લગાવ્યું કેવો ગોપી પ્રેમ ?
 
ઇશ્વરને મળવાની આવી ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે. ગોપી ગીત એ ભારતનું અને કૃષ્ણ- પ્રેમનું સર્વોત્તમ ગીતા છે. શરદની રાત શ્રેષ્ઠ રાત્રિ ગણાય છે. પ્રભુએ રાસ ખેલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે.
 
શરદે દુધ પૌઆ ખાવાનો રિવાજ છે. વરસાદની વિદાય શરદનું આગમન એક અનુસંધાન છે. આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ પૌઆ ખાવાથી નાશ પામે છે. દૂધ પિત્તનું દુશ્મન છે. ચંદ્રના કિરણો દુધ, પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે. આપણું કેલેન્ડર ચંદ્રના પંચાંગ 
 
મુજબ ચાલે છે. 
શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમાં સ્કંધમાં અધ્યાય ૨૯ થી ૩૩ રાસ પંચાદયાયી ના શ્લોકો છે. ભગવાન શ્રી કૃષ્ણ રસ મય છે.
 
રસો વૈ સઃ ।। ભગવાન શ્રી કૃષ્ણ અનંત રસ રૃપ છે.
 
ભગવાન શ્રી કૃષ્ણે પૂનમ નો મહિમા યુધિષ્ઠિરને સમજાવતા કહ્યું હતું કે શરદ પૂર્ણિમા' ની રાત્રી મને ખુબ ગમે છે. પૂનમે કરેલું દાન, યાત્રા, દર્શન પ્રભુને ઘરેલો 
 
નૈવૈદ્ય ખુબ પુણ્ય આપે છે. 
પૂનમ નો મહિમા
ફાગણ પૂનમ હોલિકા પર્વ રાજા રણછોડને મળવાનું પર્વ
ચૈત્રી પૂનમ મહાવીર હનુમાનનું પર્વ
જેઠ પૂનમ વટસાવિત્રી પર્વ
અષાડ પૂનમ ગુરૃ પૂર્ણિમાનું પર્વ
શ્રાવણ પૂનમ રક્ષાબંધનનું પર્વ
ભાદરવા પૂનમ પિતૃને શ્રધ્ધાંજલિનું પર્વઆસો માસ શરદ પૂનમ
 
આમ શરદ પૂનમ કવિઓને ખૂબ ગમે છે. ઠાકોરજીના ચાહકોને ખુબ ગમતી આ પૂનમ છે. શરદ પૂનમની આ પૂનમ છે. શરદ પૂનમની રાત દિવ્ય રાત્રિ છે. 
 
કુદરતની કવિતાનું સૌંદર્ય એટલે શરદ પૂનમ.
 
રાજા રણછોડ રાયને આ દિવસે દિવ્ય મુકુટ ડાકોરમાં ધરાવાય છે. આ મુકુટોત્સવ દિવ્ય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments