Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

Sharad purnima Muhurat- શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત, પૂજા વિધિ

શરદ પૂર્ણિમા 2024
, મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (18:48 IST)
શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત
 
Sharad purnima 2024- શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તારીખ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 5.05 કલાકે ચંદ્રોદય થશે. પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા માટેનો શુભ મુહૂર્ત બપોરે 11:42 થી 12:32 સુધીનો રહેશે. આ સમયે પૂજા કરવાથી શુભ ફળ મળશે.

શરદ પૂર્ણિમા પૂજા વિધિ

શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ચંદ્રની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ચંદ્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

શરદ પૂર્ણિમા પર બાજટ પર લાલ અથવા પીળો રંગનો કાપડ મૂકો. આના પર લક્ષ્મી અને વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. પ્રતિમાની સામે ઘીનો દીવો પ્રગટાવો, ગંગા જળ છાંટવો અને અક્ષત, રોલીનો તિલક લગાવો. સફેદ અથવા પીળી મીઠાઈનો ભોગ લગાવો કરો અને ફૂલ ચઢાવો. જો ગુલાબ હોય તો તે વધુ સારું છે. શરદ પૂનમના દિવસે  લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો.  શરદ પૂર્ણિમા પર આ સ્તોત્રનો પાઠ કરવાથી મા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. જેની સાથે તમારું ઘર પૈસાથી ભરાઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરદ પૂર્ણિમા પર નિબંધ - મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ